Kheda : ડાકોર જિલ્લામાં LCBની તવાઈ, દિલ્લી બોર્ડની ધોરણ-10 અને 12ની બોગસ માર્કશીટ હાથ લાગી, જુઓ Video
ખેડાના ડાકોર જિલ્લામાં LCBનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં બોગસ માર્કશીટનો પર્દાફાશ થઈ શકે છે. જ્યારે સર્ચ ઓપરેશનમાં LCB બોર્ડની માર્કશીટ સમકક્ષ માર્કશીટ મળી આવી છે.
ડાકોરમાં જિલ્લા LCBનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા જોવા મળી રહી છે. LCBને સર્ચ દરમિયાન ધોરણ-10 અને 12ના સમકક્ષ સર્ટિફિકેટ મળ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. LCBને સર્ચ ઓપરેશન દરમિયાન નીઓઝ નામની દિલ્લી બોર્ડની ધોરણ-10 અને 12ની માર્કશીટ પોલીસે કબજે લીધી છે. આ સાથે LCBએ ડાકોરમાંથી એક શખ્સને રાઉન્ડઅપ કરી અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. LCBએ ઝડપેલા શખ્સની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ મામલે પર્દાફાશ થવાની શક્યતા છે.
આ પણ વાંચો : Kheda : નડિયાદમાંથી ઝડપાયેલી નકલી હળદરની ફેકટરી મુદ્દે પોલીસે ફેક્ટરી માલિકોની કરી ધરપકડ
મિલન બારૈયાએ અત્યાર સુધી અનેકવાર ડમી તરીકે આપી પરીક્ષા
રાજ્યમાં સરકારી પરીક્ષામાં ડમીકાંડને લઇ નીત નવા ખુલાસા થઇ રહ્યાં છે. ત્યારે ડમીકાંડની તપાસ કરી રહેલી SITની તપાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ પૂછપરછમાં ડમીકાંડના આરોપી મિલન બારૈયાએ અત્યાર સુધી અનેકવાર ડમી તરીકે પરીક્ષા આપ્યાની કબૂલાત કરી છે. માત્ર ભાવનગર જ નહીં મિલને અમરેલી જિલ્લાની સ્કૂલોમાં ડમી તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યો છે. સૂત્રોની માનીએ તો મિલન પ્રત્યેક પ્રશ્નપત્ર દીઠ રૂપિયા 25 હજાર લઇને ડમીનો રોલ અદા કરતો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…