Breaking News : જુનાગઢના MLA સંજય કોરડિયાને મળી ધમકી, રુ. 3 લાખની માગી ખંડણી- જુઓ Vidoe

Breaking News : જુનાગઢના MLA સંજય કોરડિયાને મળી ધમકી, રુ. 3 લાખની માગી ખંડણી- જુઓ Vidoe

| Edited By: | Updated on: Nov 29, 2026 | 2:00 PM

સંજય કોરડિયાને ફોન પર ધમકી આપીને રૂ.3 લાખની ખંડણી માગવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ખંડણીની રકમ નહીં ચૂકવવામાં આવે તો ધારાસભ્યના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે.

જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ફોન પર ધમકી આપીને રૂ.3 લાખની ખંડણી માગવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ખંડણીની રકમ નહીં ચૂકવવામાં આવે તો ધારાસભ્યના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. આ ઉપરાંત, તેમને નકલી ચલણના કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય સંજય કોરડિયાને એક નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સે તેમની પાસે રૂ.3 લાખની ખંડણી માગી હતી.

ધારાસભ્ય સંજય કોરડિયાને ઘમકી આપી ખંડણીની માંગ

જો ખંડણીની રકમ નહીં ચૂકવવામાં આવે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, નકલી ચલણના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

આ સમગ્ર મામલે ધારાસભ્યના સેક્રેટરી હર્ષ ગોઠીએ જૂનાગઢના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે તપાસ શરૂ કરી છે.

ધારાસભ્યને જ ખંડણી માટે ધમકી મળ્યાના આક્ષેપથી રાજકીય અને પોલીસ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. હવે પોલીસ તપાસમાં ધમકીભર્યો ફોન કરનાર શખ્સ કોણ છે અને તેની પાછળનો હેતુ શું હતો તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

પોલીસે તપાસ હાથ ધરી

આ મામલે પોલીસે ધમકીભર્યો ફોન કયા સ્થળેથી અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસ ફોન નંબરની વિગતો અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ધારાસભ્ય અને તેમના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ મામલો ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.

Breaking News : રાજકોટ ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય, દૂધના ખરીદ ભાવમાં કરાયો વધારો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.