Breaking News: સૌરાષ્ટ્રની 200 થી વધુ સહકારી મંડળીઓને ITની નોટિસ
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની 200 થી વધુ મંડળીઓને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી છે. રિટર્ન ન ભરવા તેમજ વધુ માત્રામાં રોકડ વ્યવહારો સહિતના વ્યવહારોને લઈ કાર્યવાહી કરાઇ છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસો ફટકારવામાં આવતા સહકારી જગતમાં ખળભળાટ મચ્યો છે.

આ પણ વાંચો : ચોમાસા પહેલા AMC સામે પોસ્ટર વોર, મેઘાણીનગર વિસ્તારમાં સ્થાનિકોએ લગાવ્યા પોસ્ટર, જુઓ Video
નાના થાપણદારોની ડિપોઝિટના નામે કરોડોના વ્યવહારો ધ્યાને આવતા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. જુદી જુદી કલમો હેઠળ શરાફી ઉપરાંત ખેતી સહકારી મંડળીઓને પણ નોટિસ આપવામાં આવી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ મંડળીઓને નોટિસ મળતા ખળભળાટ મચ્યો છે. રિટર્ન ન ભરવા તેમજ વધુ માત્રામાં રોકડ વ્યવહારો સહિતના વ્યવહારો સામે આવ્યા હતા જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.
Published on: May 30, 2023 05:36 PM