Breaking News : ભારે વરસાદના કારણે વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ થયો બંધ
મુખ્ય માર્ગ બંધ થતાં વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. જેના કારણે રોજિંદા મુસાફરી કરતા લોકો અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન વાઘોડિયા રોડ પર પીપળીયા ગામ નજીક ભારે જળબંબાકાર સર્જાતા મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે.
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર બંધ
મળતી માહિતી મુજબ, પીપળીયા ગામ તરફ જતો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકો માટે અવરજવર અશક્ય બની ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ વડોદરા-વાઘોડિયા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.
વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
મુખ્ય માર્ગ બંધ થતાં વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. જેના કારણે રોજિંદા મુસાફરી કરતા લોકો અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વાહનચાલકો રસ્તામાં જ ફસાઈ ગયા
રસ્તો બંધ થતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને અનેક વાહનચાલકો રસ્તામાં જ ફસાઈ ગયા છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણી ઓસર્યા બાદ જ માર્ગ ફરી શરૂ કરવામાં આવશે. પ્રશાસને લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા તેમજ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.