Breaking News  : કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને ઋષિભારતી બાપુનો ટેકો, ભાજપ પર કર્યા આકરા પ્રહાર! જુઓ Video

Breaking News : કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને ઋષિભારતી બાપુનો ટેકો, ભાજપ પર કર્યા આકરા પ્રહાર! જુઓ Video

| Edited By: | Updated on: Nov 18, 2026 | 2:03 PM

ગુજરાતના રાજકારણમાં કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માંગે ફરી જોર પકડ્યું છે. ઋષિભારતી બાપુએ પબુભા માણેકના નિવેદનને સમર્થન આપતાં ભાજપમાં સમાજને મહત્વના હોદ્દા ન મળતા હોવાનો આક્ષેપ કર્યો છે. કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠાવવા પણ તેમણે સમાજને અપીલ કરી છે.

ગુજરાતમાં કોળી સમાજમાંથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ હવે ચર્ચામાં આવી છે. આ મુદ્દે ઋષિભારતી બાપુએ નિવેદન આપીને કોળી સમાજની માંગને સમર્થન આપ્યું છે. તેમણે પબુભા માણેકના નિવેદનને પણ ટેકો આપ્યો હતો.

ઋષિભારતી બાપુએ જણાવ્યું હતું કે, વર્ષ 2022માં પણ તેમણે આ મુદ્દે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમના મતે, રાજ્યમાં આશરે 18 ટકા વસ્તી ધરાવતા કોળી સમાજને રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

શું કહ્યું ઋષિભારતી બાપુએ ?

કોળી સમાજના આગેવાનોને કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠાવવા પણ સૂચન કર્યું છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં કોળી સમાજને મહત્વના હોદ્દાઓ આપવામાં આવતા નથી.

ઋષિભારતી બાપુએ કહ્યું કે કોળી સમાજના આગેવાનો સક્ષમ હોવા છતાં તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. ભાજપના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના સૂત્રનો ઉલ્લેખ કરતાં તેમણે સવાલ કર્યો કે જો દરેક સમાજના વિકાસની વાત કરવામાં આવે છે, તો પછી કોળી સમાજને પણ યોગ્ય તક મળવી જોઈએ. તેમણે કહ્યું કે અન્યાય ન થતો હોત તો આવી માંગ ઊભી જ ન થઈ હોત.

આ પણ વાંચો, Breaking News : આઈસ્ક્રીમના નામે ગ્રાહકોને ઊંચા ભાવે વેચાઈ રહ્યુ છે ફ્રોઝન ડેઝર્ટ? રાજ્યમાં જાગૃતિ લાવવા માટે ‘ઓપરેશન હેલ્થ’ શરૂ

Follow Us
Loading...
Unable to load recommendations.