Breaking News: પાટણમાં સૈન્યનું શક્તિ પ્રદર્શન: સાંતલપુર નજીક ભારતમાલા હાઈવે પર 4 એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ

Breaking News: પાટણમાં સૈન્યનું શક્તિ પ્રદર્શન: સાંતલપુર નજીક ભારતમાલા હાઈવે પર 4 એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ

| Edited By: | Updated on: Nov 24, 2026 | 10:25 PM

પાટણ જિલ્લાના સાંતલપુર નજીક બકુત્રા ટોલ પ્લાઝા પાસે ભારતમાલા હાઈવે પર 4 અલગ-અલગ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કટોકટીના સંજોગોમાં હાઈવેનો વૈકલ્પિક રનવે તરીકે ઉપયોગ ચકાસવા માટે લેફ્ટનન્ટ કર્નલ બરેન્દ્રસિંહના નેતૃત્વમાં આ વિશેષ અભિયાન હાથ ધરાયું હતું.

પાટણ જિલ્લાના સાંતલપુર સ્થિત બકુત્રા ટોલ પ્લાઝા પાસે ભારતમાલા હાઈવે પર ભારતીય સેના અને વાયુસેનાના 4 અલગ-અલગ એરક્રાફ્ટનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાયેલા આ પ્રદર્શનનો મુખ્ય હેતુ કટોકટીના સમયે હાઈવેનો વૈકલ્પિક અને ઈમરજન્સી રનવે તરીકે ઉપયોગ કરવાની સંભાવના ચકાસવાનો હતો.

આ વિશેષ અભિયાનનો પ્રારંભ ગત 14 નવેમ્બરે મધ્યપ્રદેશના મઉથી કરાયો હતો. ત્યારબાદ વડોદરા, કેવડિયા, ભાવનગર, દીવ, જામનગર અને મુન્દ્રા સહિત ગુજરાતના આંતરિક તથા દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લેવાયા હતા. 15 નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફ્લાઈંગ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, જ્યારે સોમનાથ અને દ્વારકાધીશ મંદિર ઉપરથી પણ ઓવરફ્લાઈંગ કરાયું હતું.

આ ઉપરાંત, 21 નવેમ્બરે માઇક્રોલાઇટ એરક્રાફ્ટ અને પાવર્ડ હેંગ ગ્લાઇડર્સની ફોર્મેશને જામનગરથી ઉડાન ભરી ગલ્ફ ઓફ કચ્છ ઉપર 48 કિલોમીટરનું દરિયાઈ અંતર પાર કરી મુન્દ્રા ખાતે સફળ લેન્ડિંગ કર્યું હતું. લેફ્ટનન્ટ કર્નલ બરેન્દ્રસિંહ અને કર્નલ એમ.એસ. ચાવલાના નેતૃત્વમાં યોજાયેલા આ અભિયાનથી સૈન્યની ઓપરેશનલ ક્ષમતાની ચકાસણી સાથે યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવના પણ ઉજાગર થઈ છે.

ટોઇલેટની ફ્લશ ટેન્કમા બે બટન કેમ હોય છે? શું તમે જાણો છો કે બંનેના કાર્યો અલગ અલગ છે ?

Follow Us
Loading...
Unable to load recommendations.