હવે સરકારી હોસ્પિટલના સ્ટાફે શ્વાનની ગણતરી કરવી પડશે, રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઇને પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યની સિવીલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટરના કમ્પાઉન્ડમાં શ્વાનની ગણતરી કરવાની કામગીરી સોંપવામાં આવી છે. સોમવાર સુધીમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
શિક્ષકો,તલાટી બાદ હવે શ્વાન ગણતરીની કામગીરી આરોગ્યકર્મીઓને સોંપતા ગણગણાટ વધ્યો છે.જિલ્લામાં 55 આરોગ્ય કેન્દ્ર,5 સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ,12 કેમ્યુનિટી હેલ્થ વર્કર,1 જિલ્લા હોસ્પિટર,1 મેડિકલ કોલેજમાં શ્વાનની ગણતરી કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે.રાજકોટ-શ્વાનોની ગણતરીને લઇને જિલ્લા આરોગ્ય અધિકારીનુંનિવેદન પણ સામે આવ્યું છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્રારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે.
3 માર્ચ સુધીમાં આ કામગીરીનો રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે.કર્મચારીઓમાં આ કામગીરીને લઇને કચવાટ હોઇ શકે પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જરૂરી છે.