Breaking News : દિવાળીની રજાઓ બાદ ધમધમ્યું ગોંડલ યાર્ડ, 1 લાખ ગુણી મગફળીની બમ્પર આવક ! જુઓ Video

| Edited By: | Updated on: Nov 14, 2026 | 12:48 PM

સૌરાષ્ટ્રનું અગ્રણી ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર કરવામાં આવેલી એક સપ્તાહની રજાઓ બાદ ફરી એકવાર ધમધમતું થયું છે. રજાઓ પૂર્ણ થતાં જ યાર્ડમાં નવી જણસીઓની ખરીદ-વેચાણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રનું અગ્રણી ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર કરવામાં આવેલી એક સપ્તાહની રજાઓ બાદ ફરી એકવાર ધમધમતું થયું છે. રજાઓ પૂર્ણ થતાં જ યાર્ડમાં નવી જણસીઓની ખરીદ-વેચાણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસથી જ ખેડૂતો દ્વારા વિવિધ જણસીઓની મબલખ આવક નોંધાતા યાર્ડમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.

આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓ બાદ યાર્ડમાં ખેડૂતોનો ઉત્સાહભેર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં અંદાજે 1 લાખ ગુણી મગફળી, 25 હજાર કટ્ટા ડુંગળી અને મરચાની 15 હજાર ભારી સહિત વિવિધ ખેત જણસીઓની નોંધપાત્ર આવક થઈ રહી છે.

સૌથી વધુ મગફળીની આવક

અલ્પેશ ઢોલરિયા, ચેરમેન, APMCના જણાવ્યા અનુસાર, માર્કેટિંગ યાર્ડમાં વિવિધ ખેતપેદાશોની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ છે. સૌથી વધુ મગફળીની આવક 1 લાખ ગુણીથી પણ વધુ રહી હતી. મગફળીના ભાવ પ્રતિ મણ ₹1,500થી ₹1,800 સુધી જોવા મળ્યા હતા. ડુંગળીની વાત કરીએ તો ઓપનિંગ સમયે અંદાજે 25,000 બોરીની આવક થઈ હતી. ડુંગળીના ભાવ ₹500થી ₹1,100 સુધી રહ્યા હતા.

આ ઉપરાંત મરચાંની પણ બમ્પર આવક નોંધાઈ હતી. અંદાજે 15,000 ભારી મરચાંની આવક સામે ભાવ ₹4,000થી ₹6,500 સુધી રહ્યા હતા. લસણની આવક પણ 10,000 બોરીથી વધુ રહી હતી. મગફળી, ડુંગળી, મરચાં અને લસણ ઉપરાંત સોયાબીન સહિતની વિવિધ ખેતપેદાશોની પણ હજારો ગુણીમાં આવક નોંધાઈ હતી. આમ, આજે માર્કેટિંગ યાર્ડમાં અનેક જણસોની મોટા પ્રમાણમાં આવક જોવા મળી હતી.

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ફરી ઉછાળો! 10 દિવસના તળિયેથી ઉપર આવ્યા ભાવ, જાણો 24, 22 અને 18 કેરેટના લેટેસ્ટ રેટ

Follow Us
Loading...
Unable to load recommendations.