Breaking News : ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, લોકશાહીને મજબૂત બનાવવાનો આપ્યો સંદેશ

| Updated on: Apr 26, 2026 | 3:28 PM

રાજલ બારોટે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં મતદાન દરેક નાગરિકનો હક્ક અને ફરજ છે. તેમણે જનતાને પણ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી, જેથી લોકશાહી વધુ મજબૂત બની શકે છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકા ચૂંટણી દરમિયાન ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે વોર્ડ નંબર 7માંથી મતદાન કર્યુ છે. રાજલ બાટોર આ જ વોર્ડમાંથી પોતે ઉમેદવાર છે ત્યારે તેમણે તેમના મતાધિકારનો ઉપયોગ કરી જાહેર જનતાને પણ વોટ કરવા માટે અપીલ કરી છે.

રાજલ બારોટે કર્યુ મતદાન

રાજલ બારોટે ઉનાની શાહ એચ.ડી. હાઈસ્કૂલ ખાતે આવેલા મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સાથે લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

લોકોને મતદાન કરવા પણ કરી અપીલ

રાજલ બારોટે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં મતદાન દરેક નાગરિકનો હક્ક અને ફરજ છે. તેમણે જનતાને પણ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી, જેથી લોકશાહી વધુ મજબૂત બની શકે છે. ઉના શહેરમાં મતદાન દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ મતદાન મથકો પર લોકોની અવરજવર યથાવત રહી છે.

રાજલ બારોટ આ જ વોર્ડમાંથી ઉમેદવાર

મતદાન કરવા જતા મીડિયા સાથેની વાતચીતમાં દરમિયાન કહ્યું હતુ કે આ લોકશાહીનો પર્વ છે. જેને આપણે સૌ એ ઉજવવો જોઈએ, તેમજ મતદાન સાથે આપણું ભાવી પણ જોડાયેલુ છે આથી દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

Breaking News : અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 7 થી 11 વાગ્યા સુધીમાં 29 EVM બદલવામાં આવ્યા, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us