Breaking News : બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવાથી આવ્યો સુધારો : ગેની બેન ઠાકોર

ઠાકોર સમાજના બંધારણ મામલે સંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે.બંધારણના કારણે સમાજ માંથી દારૂ દૂર થયો હોવાની વાત કરી છે. આ સાથે કહ્યું કે,DJ બંધ થતા ઠાકોર સમાજમા સુધારો આવ્યો છે.

| Edited By: | Updated on: May 12, 2026 | 11:53 AM

વાવ-થરાદમાં ઠાકોર સમાજ સુધારણા અંગે અરંટવા ગામમાં ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ઠાકોર સમાજના કડક બંધારણથી દારૂ જેવી બદીઓ દૂર થઈ છે. તેમજ DJ બંધ થતાં સમાજમાં મોટો અને સારો સુધારો આવ્યો હોવાની વાત પણ ગેનીબેને કરી હતી. બિનજરૂરી મહેમાનોથી મુક્તિ મળ્યાનો ગેનીબેને કટાક્ષ કર્યો છે. DJના કારણે અસામાજિક તત્વો નાચવા આવતા હોવાનો કટાક્ષ કરવામાં આવ્યો છે.બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે.સમાજની આબરૂ જળવાઈ અને ગરિમા વધી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

ઠાકોર સમાજને અપીલ

જાન્યુઆરી મહિનામાં ગાંધીનગરમાં યોજાયેલા ઠાકોર સમાજનું ઐતિહાસિક અભ્યુદય સંમેલનમાં મોટા નેતાઓ સહિત હજારો લોકો સામેલ થયા હતા. સમાજમાંથી કુરિવાજોને તિલાંજલી આપવા સૌ સંમત દારૂ સહિતના દુષણોથી દૂર રહેવા ઠાકોર સમાજને અપીલ કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઠાકોર સમાજના બંધારણમાં જાન કે મામેરામાં DJ લઈ જવું નહીં. વધુમાં લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ વધારાની રસમ બંધ કરવામાં નિયમ ઘડવામાં આવ્યો હતો.

ત્યારે હવે ગેનીબેન ઠાકોરે કહ્યું કે,DJ બંધ થતા ઠાકોર સમાજમા સુધારો આવ્યો છે.ઠાકોર સમાજમાં લગ્નપ્રસંગોમાં DJ પર પ્રતિબંધનો વિવાદ પહેલા પણ ચર્ચામાં આવી ચૂક્યો છે.

 

બનાસકાંઠાની લેડી ડોન છે ગેનીબેન ઠાકોર, કહી ચુક્યા છે કે ‘દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે’ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.