Breaking News : જુનાગઢના વાડલા ગામે પાંચ સિંહોની લટાર! મોડી રાત્રે શેરીઓમાં ફરતા સિંહોનો Video વાયરલ, ગ્રામજનોમાં ફફડાટ

Breaking News : જુનાગઢના વાડલા ગામે પાંચ સિંહોની લટાર! મોડી રાત્રે શેરીઓમાં ફરતા સિંહોનો Video વાયરલ, ગ્રામજનોમાં ફફડાટ

| Updated on: Nov 22, 2026 | 11:51 AM

સિંહોની માનવ વસાહત તરફ અવરજવર સતત ચિંતાનો વિષય બની રહી છે. ત્યારે વંથલી તાલુકાના વાડલા ગામમાં મોડી રાત્રે એકસાથે પાંચ સિંહોનો પરિવાર લટાર મારતો જોવા મળ્યો હતો. ગામની શેરીઓ અને રહેણાક વિસ્તારોની આસપાસ સિંહો આંટાફેરા કરતા જોવા મળતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

જુનાગઢ જિલ્લામાં સિંહોની માનવ વસાહત તરફ અવરજવર સતત ચિંતાનો વિષય બની રહી છે. ત્યારે વંથલી તાલુકાના વાડલા ગામમાં મોડી રાત્રે એકસાથે પાંચ સિંહોનો પરિવાર લટાર મારતો જોવા મળ્યો હતો. ગામની શેરીઓ અને રહેણાક વિસ્તારોની આસપાસ સિંહો આંટાફેરા કરતા જોવા મળતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

પાંચ સિંહોનો પરિવાર લટાર મારતો જોવા મળ્યો

મળતી માહિતી મુજબ, પાંચ સિંહોનો પરિવાર ક્યારેક ગામના મુખ્ય રસ્તા પર તો ક્યારેક ઘરોની આસપાસ ફરતો નજરે પડ્યો હતો. મોડી રાત્રે સિંહોની આ અવરજવરના દૃશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. ગામની નજીક જ સિંહોનો પરિવાર જોવા મળતાં સ્થાનિક લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

ખેતરે જવામાં ખેડૂતોને મુશ્કેલી

વાડલા ગામમાં રાત્રિના સમયે સિંહોની સતત હાજરીને કારણે સ્થાનિક ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરે જવા અને ખેતીને લગતાં કામ કરવામાં ખેડૂતોને ડર લાગી રહ્યો છે. સિંહોના આંટાફેરાને કારણે ગ્રામજનોમાં કોઈ અનિચ્છનીય ઘટના બનવાની આશંકા સેવાઈ રહી છે.

વન વિભાગ પાસે સિંહ પરિવારને ખસેડવાની માંગ

ગામમાં સિંહોની અવરજવરને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોઈ જાનહાનિ કે અન્ય અનિચ્છનીય ઘટના બને તે પહેલાં સિંહોના પરિવારને ગામની સીમથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે. હવે વન વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર ગ્રામજનોની નજર છે.

Breaking News : રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, તાપમાનનો પારો હજુ ગગડવાની આગાહી જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Nov 22, 2026 11:50 AM
Follow Us
Loading...
Unable to load recommendations.