Breaking News : વડોદરામાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, આગ કાબુ બહાર જતા બાજુમાં આવેલા ફ્લેટમાં પ્રસરી, જુઓ Video

| Edited By: | Updated on: Mar 31, 2023 | 3:03 PM

Vadodara News : નવાપુરા વિસ્તારમાં આવેલ શ્રીનાથપુરમ રેસીડેન્સી ફ્લેટમાં આગના ધુમાડા પ્રસરી જતા લોકોને ગુંગડામણ થવાનું શરુ થયુ હતુ. જો કે ફાયર વિભાગની ટીમ દ્વારા ફ્લેટના રહીશોને બહા કાઢી લેવામાં આવ્યા છે.

વડોદરામાં નવાપુરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. આગ કાબુ બહાર જતા બાજુમાં આવેલા ફ્લેટમાં પ્રસરી છે. નવાપુરા વિસ્તારમાં આવેલ શ્રીનાથપુરમ રેસીડેન્સી ફ્લેટમાં આગના ધુમાડા પ્રસરી જતા લોકોને ગુંગડામણ થવાનું શરુ થયુ હતુ. જો કે ફાયર વિભાગની ટીમ દ્વારા ફ્લેટના રહીશોને બહા કાઢી લેવામાં આવ્યા છે. વડોદરા ફાયર દ્વારા ચારે તરફથી ગોડાઉન પર પાણીનો મારો ચલાવવામાં આવી રહયો છે.

આ પણ વાંચો-Surat : અઠવાગેટ રોડ પર નેચરલ અને ઈકોફ્રેન્ડલી ક્રાફ્ટ આધારિત વસ્તુઓનું પ્રદર્શનનું આયોજન કરાયુ, જુઓ ફોટા

આગ એટલી ભીષણ કે બ્રિગેડ કોલ જાહેર

વડોદરામાં નવાપુરા વિસ્તારમાં ગોડાઉનનું ઓપન કેમ્પસ હતુ તેમાં આગ લાગી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડી વારમાં ગોડાઉનમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી દીધુ હતુ. ગોડાઉનને અડીને જ કેટલાક ફ્લેટ આવેલા છે. ત્યારે શ્રીનાથપુરા નામનો એક ફ્લેટ  ભીષણ આગની ચપેટમાં આવી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે.

ફ્લેટમાં ફસાયેલા તમામને બહાર કાઢી લેવાયા

આગ એટલી ભીષણ હતી કે સામાન્ય લોકો પણ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. શ્રીનાથપુરા ફ્લેટમાં ભયંકર ધુમાડો પ્રસરી ગયો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરુ કરી હતી. કોઇપણ ભોગે આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગે જહેમત શરુ કરી હતી. આગ એટલી ભીષણ હતી કે ફાયરબ્રિગેડે ચારે તરફથી આગનો મારો ચલાવ્યો હતો. સાથે જ જે લોકો ફ્લેટમાં ફસાયેલા હતા તે તમામને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Mar 31, 2023 02:16 PM