Breaking News : ભાવનગરમાં હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, અનેક દર્દીઓ ફસાયા હોવાના અહેવાલ

Breaking News : ભાવનગરમાં હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, અનેક દર્દીઓ ફસાયા હોવાના અહેવાલ

| Edited By: | Updated on: Dec 03, 2025 | 11:15 AM

ગુજરાતમાં અનેક વાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં પણ આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના કાળુભા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગુજરાતમાં અનેક વાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં પણ આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના કાળુભા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ ઉપરાંત આગ વિકરાળ બનતા ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જોકે વર્તમાન સમયમાં પ્રાપ્તથતી માહિતી અનુસાર હોસ્પિટલમાં અનેક દર્દીઓ ફસાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં અનેક દર્દીઓ ફસાયા હોવાનો અહેવાલ મળી રહ્યાં છે. કેટલાત દર્દીઓનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.

અનેક દર્દીઓ ફસાયા હોવાના અહેવાલ

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં આગ લાગતા ફાયર વિભાગની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે જહેમત હાથ ધરી હતી. આ ઉપરાંત અત્યાર સુધી 15 થી 20 લોકોને બહાર કાઢ્યા હોવાનું ફાયર અધિકારીએ જણાવ્યું છે. જો કે આગ લાગતાની સાથે 108નો કાફલો ઘટના સ્થળે ઉભો કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં અન્ય દર્દીઓ પણ ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે.

જુઓ Video

ભાવનગરની હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.  જોકે હાલમાં મળતી માહિતી અનુસાર સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. વિકરાળ આગ લાગતા સ્થાનિકો પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની મદદ કરી હતી. ફાયરના જવાનોએ સિડીઓ મુકીને દર્દીઓને રેસ્કયું કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કાળુભાર રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં આગ અંગેની જાણકારી મળતા મોટી સંખ્યામાં ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સનો કાફલો દોડી આવ્યો હતો. લોકોને હેમખેમ બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. બીજી તરફ આગ પર કાબૂ મેળવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગના કારણે ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં ફેલાયો હતો. તેમજ કોમ્પ્લેક્સમાં હાજર લોકોને ગૂંગળામણ થવા લાગી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 03, 2025 10:31 AM