Breaking News : જામનગર નજીકના સુવરડા ખાતે ફાઈટર પ્લેન ક્રેશ

Breaking News : જામનગર નજીકના સુવરડા ખાતે ફાઈટર પ્લેન ક્રેશ

| Edited By: | Updated on: Apr 02, 2025 | 10:22 PM

જામનગર જિલ્લાના સુવરડા વાડી વિસ્તારમા એક ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન તુટી પડવાને કારણે તેમાં સવાર બે પાઈલટ અંગે અત્યાર સુધીમાં કોઈ જાણકારી મળી નથી.

જામનગરના સુવરડા વાડી વિસ્તારમાં એક ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. આ ફાઈટર પ્લેનમાં બે પાઈલટ સવાર હતા. ફાઈટર પ્લેન તુટી પડવાને કારણે પાઈલટનું શું થયું છે તેની સત્તાવાર જાણકારી હજુ સુધી સામે આવી નથી. જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ વિમાન તુટી પડયાની ઘટનાને અનુમોદન આપ્યું છે.

સંરક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તુટી પડેલ વિમાન એરફોર્સમાં ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતું પ્લેન હતું. બે પાયલોટ પૈકી એક પાયલોટના મોતની આશંકા સેવાઈ રહી છે. જો કે આ અંગે હજુ સત્તાવાર જાણકારી સંબધિત તંત્રે કે અધિકારીએ જાહેર કરી નથી. ઘટના સ્થળે જવા માટે જામનગરથી અધિકારીઓનો કાફલો રવાના થયો છે.

ફાયર બ્રિગેડનો કાફલો, જામનગરના સુવરડા વાડી વિસ્તારમાં પહોચ્યો છે. જ્યા વિમાન તુટી પડવાને કારણે લાગેલ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published on: Apr 02, 2025 10:14 PM