Panchmahal : તાજપુરી ગામમાં 39 કિલો ગાંજાના છોડ ઝડપાયા, ગોધરા SOGએ મુદ્દામાલ સહિત ખેતર માલિકની કરી ધરપકડ, જુઓ Video

Panchmahal : તાજપુરી ગામમાં 39 કિલો ગાંજાના છોડ ઝડપાયા, ગોધરા SOGએ મુદ્દામાલ સહિત ખેતર માલિકની કરી ધરપકડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 2:07 PM

પંચમહાલના મોરવા હડફના તાજપુરી ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ભરત સિંહ બારીયા નામના વ્યક્તિના ખેતરમાંથી 39 કિલોના લીલા ગાંજાના છોડ ઝડપાયા છે.

રાજ્યમા નશાકારક પદાર્થો પર પ્રતિબંધ છે. છતા અવારનવાર રાજ્યમાં નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે. પંચમહાલના મોરવા હડફના તાજપુરી ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ભરત સિંહ બારીયા નામના વ્યક્તિના ખેતરમાંથી 39 કિલોના લીલા ગાંજાના છોડ ઝડપાયા છે. ગોધરા SOGએ બાતમીના આધારે ખેતરમાં રેડ કરતા પ્રતિબંધિત ગાંજાના છોડ ઝડપી પાડયા હતા. રૂપિયા 3.90 લાખની કિંમતના લીલા ગાંજાના છોડ સાથે ખેતર માલિકની ગોધરા SOGએ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : Panchmahal: વરરાજાને નચાવતા વખતે હાર્ટ એટેક આવતા મિત્રનું મોત, ત્રણ માસમાં યુવકોની હાર્ટ એટેકથી મોતની નવ ઘટના

આ અગાઉ સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં સંભવિત ગાંજા નો છોડ મળી આવતા જાત જાતની ચર્ચાઓ શરૂ થઇ ગઈ હતી. એટલુ જ નહીં પણ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ આ છોડ અંગે યોગ્ય તપાસ કરાવે તે પહેલા જ તેને બાળી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે આ છોડ અંગે તપાસ કરાવવાના નામે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને આરએમઓએ ભેદી મૌન ધારણ કર્યું હતું.

હોસ્પિટલ પરિસરમાં ગંજેડીઓનું ન્યુસન્સ, તંત્રના આંખ આડા કાન

આ અગાઉ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલ જિલ્લા ક્ષય કેન્દ્ર,કેન્સર હોસ્પિટલ સામે, જૂની કેઝયુલીટી પાછળ સહીત ઠેર ઠેર ગંજેડીઓ બેસીને સિગરેટમાં ગાંજો ભરીને દમ મારતા દેખાયા હતા. એટલું જ નહીં પણ આ સિવાય અન્ય કેટલાક પ્રકારનો નશો પણ અહીયા કરવામાં આવતો હતો, આ અંગે આરએમઓ સહિતના અધિકારીઓને અનેકવાર ફરિયાદ અને રજૂઆતો કરવામાં આવી હતી. છતાં તેઓ આવા તત્વોને ખસેડવા કે યોગ્ય કાર્યવાહી કારવામાં આવતી નથી અને તેઓ આ આંખ આડા કાન કરી દેતા હોય છે તેવું જાણવા મળ્યું હતુ.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">