Breaking News : અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ, અસ્વચ્છ સ્થિતિમાં જોવા મળ્યા ખાદ્ય પદાર્થો, જુઓ Video

Breaking News : અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ, અસ્વચ્છ સ્થિતિમાં જોવા મળ્યા ખાદ્ય પદાર્થો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 18, 2025 | 9:59 AM

અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા જાણીતા પિત્ઝા એકમ ડોમિનોઝમાં પણ એવુ જ કઇક સામે આવ્યુ છે. જેના કારણે આરોગ્ય વિભાગે આ એકમને સીલ કર્યુ છે. અમદાવાદના ઘાટલોડિયામાં કલાસાગર શોપિંગ સેન્ટરમાં આવેલા ડોમિનોઝ એકમમાં AMCના હેલ્થ વિભાગની કાર્યવાહી કરી છે.

આજના સમયમાં લોકોમાં જંક ફુડ ખાવાનો ખૂબ જ ક્રેઝ વધ્યો છે. જો કે આ ફુડ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિતી થઇ શકે છે. ખાસ કરીને જ્યારે આ ફુડ હાઇજેનિક ન હોવાનું સામે આવે તો તેના કારણે તમે તાત્કાલિક બીમાર પણ પડી શકો છે. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા જાણીતા પિત્ઝા એકમ ડોમિનોઝમાં પણ એવુકઇક સામે આવ્યુ છે. જેના કારણે આરોગ્ય વિભાગે આ એકમને સીલ કર્યુ છે.

અમદાવાદના ઘાટલોડિયામાં કલાસાગર શોપિંગ સેન્ટરમાં આવેલા ડોમિનોઝ એકમમાં AMCના હેલ્થ વિભાગની કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગને જાણકારી મળી હતી કે અહીં સ્વચ્છતાનો અભાવ હોય છે. ગ્રાહકોને ટેબલ પર અપાતી સોસની બોટલમાં ફૂગ હોવા અંગે ફરિયાદ પણ મળી હતી. કેટલાક ગ્રાહકોએ સોસનો સ્વાદ બદલાઈ ગયો હોવાની પણ ફરિયાદ કરી હતી. જેના આધારે આરોગ્ય વિભાગે અહીં તપાસ હાથ ધરી હતી.

આરોગ્ય વિભાગે ડોમિનોઝ પિત્ઝાના આ એકમમાં તપાસ કરતા ખાદ્ય પદાર્થો અસ્વચ્છ સ્થિતિમાં જોવા મળ્યા હતા.ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો. જેના પગલે આ એકમ પર કાર્યવાહી કરવામાં આવી અને ડોમિનોઝ પિઝાનું એકમ કરાયું સીલ કરવામાં આવ્યુ છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો