Breaking news: વડોદરામાં ઇફતાર પાર્ટી પર વિવાદ! યુનિવર્સિટીની મંજૂરી વગર NSUIનો કાર્યક્રમ ચર્ચામાં

| Edited By: | Updated on: Mar 21, 2026 | 1:23 PM

વડોદરામાં આવેલી સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાં ઇફતાર પાર્ટી યોજાતા વિવાદ ઉભો થયો છે. માહિતી મુજબ, વિદ્યાર્થી સંસ્થા NSUI દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે યુનિવર્સિટી પ્રશાસનની પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી.

કેમ્પસમાં ચર્ચાનો માહોલ સર્જાયો

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સાથે યુનિવર્સિટીના કેટલાક સ્ટાફ સભ્યોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઇફતાર પાર્ટી યોજાઈ હોવાની ખબર બહાર આવતા કેમ્પસમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો કે કોઈપણ ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમ માટે યુનિવર્સિટીની મંજૂરી જરૂરી હોય છે, ત્યારે આ કાર્યક્રમ મંજૂરી વિના કેમ યોજાયો?

પ્રશાસન તરફથી તપાસ શરૂ કરવામાં આવી

બીજી તરફ, આયોજકોનો દાવો છે કે આ એક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, જેમાં કોઈ વિવાદાસ્પદ બાબત નહોતી. તેમ છતાં, આ મામલે યુનિવર્સિટી પ્રશાસન તરફથી તપાસ શરૂ કરવામાં આવી હોવાની ચર્ચા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રશાસન દ્વારા કાર્યક્રમની વિગત મેળવી રહી છે અને જો નિયમોના ઉલ્લંઘન થયાનું સાબિત થશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ કેમ્પસમાં નિયમો અને અનુમતિ પ્રક્રિયા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

રાજકોટમાં આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ, લઘુતમ વેતન સહિત માંગણીઓ પર સરકારને ચીમકી, જુઓ Video

Published on: Mar 21, 2026 11:27 AM
Follow Us