Breaking News : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ જૂનાગઢ,ગીર સોમનાથમાં હવાઈ નિરિક્ષણ, વરસાદની સ્થિતિ મેળવ્યો તાગ, જુઓ EXCLSUIVE Video

|

Jul 25, 2023 | 12:07 PM

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે મુખ્ય પ્રઘાન ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા, માળિયા હાટીના તેમજ હિરણ ડેમના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ છે.

Monsoon 2023 : રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે મુખ્ય પ્રઘાન ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા, માળિયા હાટીના તેમજ હિરણ ડેમના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ છે. ભારે વરસાદના પગલે જે નુકસાન થયુ છે. તેનું હવાઈ નિરીક્ષણ કર્યુ છે. જેમાં મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ જોડાયા હતા.

આ પણ વાંચો : Gandhinagar: પ્રકૃતિ બચાવવા સેવાભાવિ સંસ્થા દ્વારા માણસામાં હાથ ધરાયા વિવિધ કાર્યક્રમ- જુઓ Video

તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે. ત્યારે દ્વારકા જિલ્લાના ચારે તાલુકામાં મેઘની કહેર જોવા મળી છે. તો કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે. તેમજ દ્વારાકાના ભાટિયા અને લાંબા ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:20 pm, Fri, 21 July 23

Next Video