Rajkot Breaking News : એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ, જુઓ-Video
રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં સવારના સમયે રખડતા ઢોર જોવા મળ્યા હતા ત્યારે હવે એરપોર્ટ પરિસરમાં રખડતા ઢોરને જોતા સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે. અગાઉ પણ એરપોર્ટ તંત્રની વિવિધ બેદરકારીઓ સામે આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર આવી ઘટના પ્રકાશમાં આવતા તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
રાજકોટના હિરાસર સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તંત્રની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. એરપોર્ટ પર સવારના સમયે રનવે નજીક પરિસરમાં રખડતા ઢોર જોવા મળ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ધરાવતા એરપોર્ટની અંદર ઢોરના નિર્ભય રીતે ફરતા જોઈ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એરપોર્ટ જેવા અતિસંવેદનશીલ વિસ્તારમાં રખડતા પશુઓની હાજરી માત્ર સુરક્ષાનો મુદ્દો જ નહીં, પરંતુ વિમાન સંચાલન માટે પણ જોખમરૂપ બની શકે છે.
એરપોર્ટ પર જોવા મળ્યા રખડતા ઢોર
મળતી માહિતી મુજબ રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં સવારના સમયે રખડતા ઢોર જોવા મળ્યા હતા ત્યારે હવે એરપોર્ટ પરિસરમાં રખડતા ઢોરને જોતા સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે. અગાઉ પણ એરપોર્ટ તંત્રની વિવિધ બેદરકારીઓ સામે આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર આવી ઘટના પ્રકાશમાં આવતા તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
એરપોર્ટ તંત્ર શું કાર્યવાહી કરશે તેના પર નજર
એરપોર્ટ પર પશુઓની હાજરીથી ‘એનિમલ હેઝર્ડ’ સર્જાઈ શકે છે, જે વિમાનના ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન અકસ્માતનું કારણ પણ બની શકે છે. હાલ વાયરલ થયેલા વીડિયોને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હવે એરપોર્ટ તંત્ર આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે અને આવી ઘટનાઓની પુનરાવર્તન રોકવા માટે કયા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ઉભા થયા
એરપોર્ટ ઓથોરિટીએ પરિસરની સુરક્ષા માટે ફેન્સિંગ, પેટ્રોલિંગ અને મોનિટરિંગ જેવી વ્યવસ્થાઓ કરી હોવા છતાં આ પ્રકારની ઘટના સામે આવવી ચિંતાજનક માનવામાં આવી રહી છે. વાયરલ વીડિયોના પગલે હવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય છે કે નહીં અને સુરક્ષા વ્યવસ્થામાં સુધારા માટે કયા પગલાં લેવાય છે તે જોવું મહત્વપૂર્ણ બનશે.