Breaking News : બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સર તૌસીફ પાંચભાયાએ વિવાદ છંછેડ્યો, ઉહાપોહ મચતાં બાદમાં માફી માંગી!
ભરૂચ: બકરી ઈદના પર્વ પૂર્વે જ શાંતિ ડહોળાય તેવું કારસ્તાન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને NRI તૌસીફ પાંચભાયાનો એક ઉશ્કેરીજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે હોબાળો મચી ગયો છે.
ભરૂચ: બકરી ઈદના પર્વ પૂર્વે જ શાંતિ ડહોળાય તેવું કારસ્તાન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને NRI તૌસીફ પાંચભાયાનો એક ઉશ્કેરીજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે હોબાળો મચી ગયો છે. પોતાના વિવાદિત નિવેદનમાં તૌસીફએ પશુઓના સ્થાને બાળકોની કુરબાની આપવાનો ઉલ્લેખ કરતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે.
સમગ્ર વિવાદ શું છે?
વાયરલ થયેલા વીડિયોમાં તૌસીફ પાંચભાયા હાથમાં સિગાર લઈને બેઠો છે અને કુરબાનીની પરંપરા પર સવાલ ઉઠાવી રહ્યો છે તેણે પોતાના બાળકની કુરબાની આપો તેમ કહી પોતાના નિવેદનથી મુસ્લિમ સમાજના અગ્રણીઓમાં ભારે રોષ ફેલાવ્યોછે.
પોલીસને પાસપોર્ટ જપ્ત કરવાની રજૂઆત
આ ઘટના બાદ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ભરૂચ જિલ્લા પોલીસ વડા ને લેખિતમાં રજૂઆત કરી છે. અગ્રણી અબ્દુલ કામઠીના જણાવ્યા અનુસાર, તૌસીફ વિદેશી નાગરિક છે જે ભરૂચમાં આવીને કોમી એકતા અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેની સામે કડક કાર્યવાહી કરી તેનો પાસપોર્ટ જપ્ત કરવાની અને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરવામાં આવી છે.
વિવાદ વધતા માંગી માફી
ચારેબાજુથી ઘેરાતા અને પોલીસ કાર્યવાહીના ડરથી તૌસીફ પાંચભાયાએ તાત્કાલિક અન્ય એક વીડિયો જાહેર કરી માફી માંગી છે. તેણે જણાવ્યું કે, “મારી ભૂલ થઈ ગઈ છે, હું પોતે એક પશુ પ્રેમી હોવાથી લાગણીવશ થઈને બોલી ગયો હતો. બધા મુસલમાન એક જ છીએ, મને માફ કરી દો.” જોકે ઘટના બાદ હજુ કોઈ કાર્યવાહીની પોલીસતંત્ર તરફથી સત્તાવાર માહિતી સામે આવી નથી.