Breaking News : કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ! ₹32 કરોડની કરી હેરાફેરી, પોલીસે આખરે ઝડપ્યા

Breaking News : કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ! ₹32 કરોડની કરી હેરાફેરી, પોલીસે આખરે ઝડપ્યા

| Updated on: Aug 18, 2026 | 1:45 PM

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ દ્વારા ગરીબ અને મજૂર વર્ગના લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેન્ક ખાતા ખોલાવવામાં આવતા હતા.

કચ્છમાં સાયબર ફ્રોડ સામે પોલીસ દ્વારા ચાલી રહેલા ‘ઓપરેશન મુલ હન્ટ 2.0’ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કચ્છના ગાંધીધામ-અંજાર વિસ્તારમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ થયો છે. ત્યારે સમગ્ર કોંભાડના પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ગાંધીધામથી ગોવા સુધી ફેલાયેલા નેટવર્કની વિગતો સામે આવી છે.

બેન્ક ખાતા ભાડે આપતી ગેંગ ઝડપાઈ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ દ્વારા ગરીબ અને મજૂર વર્ગના લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેન્ક ખાતા ખોલાવવામાં આવતા હતા. ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડની રકમની હેરાફેરી માટે કરવામાં આવતો હતો.

રૂ.32.62 કરોડની રકમની હેરાફેરી

તપાસ દરમિયાન કુલ 76 બેન્ક ખાતા સામે આવ્યા છે, જેમાંથી રૂ.32.62 કરોડની સાયબર ફ્રોડની રકમની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ 76 ખાતાઓ 127 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો સાથે જોડાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસે મુદ્દા માલ સાથે 5 આરોપી ઝડપી પાડ્યા

પોલીસે આરોપીઓ પાસેથી છ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે લોકોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિને બેન્ક ખાતું, ATM કાર્ડ, સિમકાર્ડ અથવા નેટબેન્કિંગની વિગતો શેર કરવી નહીં. કમિશનની લાલચમાં આવી પોતાનું બેન્ક ખાતું અન્ય વ્યક્તિને આપવું પણ ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે.

Gujarat Weather Today: ગુજરાતમાં 23 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.