રાજકોટમાં ગુજરાત એટીએસએ મોટું ઓપરેશન પાર પાડી કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં રાજકોટની ભાગોળેથી રૂપિયા 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચને આટલા મોટો ડ્રગના જથ્થાની ગંધ પણ ન આવી તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો : રાજકોટમાં ટુરિસ્ટ સંચાલકો 20 લાખ રુપિયાનું ફુલેકું ફેરવી ફરાર, નોંધાઇ પોલીસ ફરિયાદ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂની જેમ અવારનવાર ડ્રગ્સો જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત ગુજરાત ATSને ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગુજરાત ATSની ટીમે રાજકોટ ગ્રામ્યના જામનગર રોડ પરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSએ કુલ 31 કિલો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા 214 કરોડ જેટલી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:29 pm, Fri, 12 May 23