Breaking News : અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક, અનેક વિભાગોને મળ્યું નવું નેતૃત્વ

| Edited By: | Updated on: Jun 25, 2026 | 3:01 PM

કોર્પોરેશનની જાહેરાત મુજબ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીના ચેરમેન તરીકે ધરમશી દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ સ્થાયી અને વિષય આધારિત કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. શહેરના વિકાસ, આરોગ્ય, પાણી પુરવઠા, પરિવહન અને અન્ય મહત્વના વિભાગોની જવાબદારી હવે નવા ચેરમેનો સંભાળશે જેઓના નામ પણ જાહેર થયા છે.

કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક

કોર્પોરેશનની જાહેરાત મુજબ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટીના ચેરમેન તરીકે ધરમશી દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન તરીકે જૈનિક પટેલની પસંદગી કરવામાં આવી છે.

વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે દીપક પંચાલ

આરોગ્ય સંબંધિત કામગીરી માટે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે દીપક પંચાલની નિમણૂક કરવામાં આવી છે. હોસ્પિટલ કમિટીની જવાબદારી ડો. ચાંદની પટેલને સોંપવામાં આવી છે. જ્યારે રિક્રિએશન, કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન તરીકે જીતેન્દ્ર ખાચરિયાની પસંદગી કરવામાં આવી છે.

આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે ભાગ્યેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ EWS આવાસ યોજના કમિટીની જવાબદારી દર્શન શાહને સોંપવામાં આવી છે.

વિકાસલક્ષી અને જનસુવિધા સંબંધિત કાર્યોને ગતિ મળશે

રેવન્યુ કમિટીના ચેરમેન તરીકે મુકેશ પટેલ, લીગલ કમિટીના ચેરમેન તરીકે વિપુલ પટેલ તેમજ ઈ-ગવર્નન્સ કમિટીના ચેરમેન તરીકે હિતેન્દ્ર પરમારની નિમણૂક કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન તરીકે ડિમ્પલ વરિન્દાનીની પસંદગી કરવામાં આવી છે.

નવી નિમણૂકો બાદ શહેરના વિવિધ વિકાસલક્ષી અને જનસુવિધા સંબંધિત કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Ahmedabad Breaking News : અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jun 25, 2026 01:32 PM
Follow Us