Breaking News : આણંદમાં ₹98 લાખના ખર્ચે બનેલી ટાંકીઓનું કૌભાંડ આવ્યું સામે ! ખુલાસા બાદ ચાલ્યુ દાદાનું બુલડોઝર
હાડગુડ ગામમાં પાણીની ટાંકીઓના નિર્માણમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગામમાં અંદાજે ₹98 લાખના ખર્ચે બનાવાઈ રહેલી ત્રણ પાણીની ટાંકીઓમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે.
આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં પાણીની ટાંકીઓના નિર્માણમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગામમાં અંદાજે ₹98 લાખના ખર્ચે બનાવાઈ રહેલી ત્રણ પાણીની ટાંકીઓમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે, આ ટાંકીઓ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.
₹98 લાખના ખર્ચે બનેલી ટાંકીઓ કરાઈ જમીનદોસ્ત
માહિતી મુજબ, નિર્માણ કામગીરી અંગે સ્થાનિક સ્તરે ઉઠેલા સવાલો બાદ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તપાસ રિપોર્ટમાં સિમેન્ટની ગુણવત્તા નબળી હોવાનું તેમજ ટાંકીઓમાં ઉપયોગમાં લેવાયેલા લોખંડના સળિયા નક્કી કરાયેલા માપ કરતાં પાતળા હોવાનું સામે આવ્યું હતું.
હલકી ગુણવત્તા વાળા મટિરીયલનો થયો હતો ઉપયોગ
તપાસમાં ખામીઓ સાબિત થતાં ભવિષ્યમાં ટાંકી તૂટી પડવાની અને જાનહાનિ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બે ટાંકી તોડી પાડવામાં આવી છે. સ્થળ પર જેસીબી મશીનથી ટાંકીઓને જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કોન્ટ્રાક્ટરે હવે પોતાના ખર્ચે બનાવી પડશે ટાંકી
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે કોન્ટ્રાક્ટરને પોતાની જ જવાબદારી પર અને કોઈપણ વધારાની ચુકવણી લીધા વગર નવી અને મજબૂત ટાંકીઓનું નિર્માણ કરવું પડશે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.