Breaking news: સિંધુભવન રોડ પરથી રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! શો-રૂમ માટે જગ્યા બદલાઈ હોવાની ચર્ચા તેજ, જુઓ Video

| Edited By: | Updated on: May 20, 2026 | 1:08 PM

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર AMTS બસ સ્ટેન્ડ અચાનક હટાવી દેવામાં આવતા હવે મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. રોજિંદા મુસાફરો જ્યાં બસની રાહ જોઈને ઊભા રહેતા હતા, તે બસ સ્ટેન્ડ હવે પોતાની જૂની જગ્યાએ જોવા મળતું નથી. રાતોરાત બસ સ્ટેન્ડની જગ્યા બદલાતા સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે.

બસ સ્ટેન્ડ હટાવવામાં આવ્યું

સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બસ સ્ટેન્ડની પાછળ એક નવો ખાનગી શો-રૂમ શરૂ થયો છે અને તેને અવરોધ ન થાય તે માટે બસ સ્ટેન્ડ હટાવવામાં આવ્યું છે. જો આ ચર્ચા સાચી હોય તો મુસાફરોની સુવિધા કરતાં ખાનગી હિતોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

આકરા ઉનાળામાં બસ સ્ટેન્ડ મુસાફરો માટે આશ્રયરૂપ બને છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે બસ સ્ટેન્ડ ખૂબ જ જરૂરી સુવિધા ગણાય છે. આવી સ્થિતિમાં કોઈ યોગ્ય જાહેર સૂચના કે વ્યવસ્થા વગર બસ સ્ટેન્ડ ખસેડાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મુસાફરોની સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપે

નિયમો મુજબ ચાર રસ્તા અને અન્ય બસ સ્ટેન્ડ વચ્ચેના અંતરને ધ્યાનમાં રાખીને જ નવા બસ સ્ટેન્ડની જગ્યા નક્કી કરવામાં આવે છે. જોકે અહીં મનપાએ નિયમોને અવગણ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. હવે લોકો માંગ કરી રહ્યા છે કે મનપા આ મુદ્દે સ્પષ્ટતા કરે અને મુસાફરોની સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપે.

Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, અધિકારીઓની મુસાફરી અને વાહન વપરાશ પર કડક નિયંત્રણ

Follow Us