Breaking News : પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ, વીડિયો બનાવી શેર કર્યો

Breaking News : પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ, વીડિયો બનાવી શેર કર્યો

| Updated on: Oct 02, 2026 | 12:52 PM

મારુતિ સોલારિસ મોલમાં આવેલા Pizza Hutમાં ગ્રાહકને કથિત રીતે પિઝામાંથી વાળ નીકળતાં કડવો અનુભવ થયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી પિઝાની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઉઠાવ્યા છે.

આણંદના મારુતિ સોલારિસ મોલમાં આવેલા Pizza Hutમાં ગ્રાહકને કથિત રીતે પિઝામાંથી વાળ નીકળતાં કડવો અનુભવ થયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી પિઝાની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઉઠાવ્યા છે.

Pizza Hutમાં પિઝામાંથી નિકળ્યો વાળ

ગ્રાહકના આક્ષેપ મુજબ, પિઝા ખાતી વખતે તેમાં વાળ જોવા મળ્યો હતો. ત્યારબાદ ગ્રાહકે પિઝાનો વીડિયો બનાવી સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર શેર કર્યો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં પિઝામાં વાળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગ્રાહકે સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો

આ ઘટનાને પગલે ફૂડની ગુણવત્તા અને રેસ્ટોરન્ટમાં જાળવવામાં આવતી સ્વચ્છતા અંગે પણ સવાલો ઉભા થયા છે. ગ્રાહકે આ મામલે ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને ફૂડ તૈયાર કરતી વખતે હાઇજિન તથા ગુણવત્તાના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ પણ હજુ થઈ નથી

જોકે, આ ઘટનાને લઈને Pizza Hut અથવા સંબંધિત મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે કે નહીં તે અંગે માહિતી ઉપલબ્ધ નથી. ગ્રાહક દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ પણ હજુ થઈ નથી.

આ સમગ્ર મામલે સંબંધિત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં અને રેસ્ટોરન્ટ તરફથી આ અંગે શું જવાબ આપવામાં આવે છે તે જોવું રહ્યું.

Rajkot Breaking News : રાજકોટમાં નિવૃત્ત મહિલા તબીબ બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.