Breaking News : અમદાવાદ એસ.જી.હાઈવે પર દૂર-દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jul 23, 2026 | 6:57 PM

અમદાવાદ શહેરમાં વરસેલા ભારે વરસાદે મુશ્કેલી સર્જી છે. અમદાવાદ શહેરના રસ્તાઓ જાણે તળાવમાં ડુબ્યા હોય તેવા દર્શ્યો પણ સામે આવ્યા હતા. જેના કારણે એસ.જી.હાઈવે પર દૂર-દૂર સુધી ટ્રાફિકજામ થયો હતો.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી મુશ્કેલી સર્જાઈ છે. શહેરમાં વિવિધ જગ્યાએ જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. એસ.જી.હાઈવે પર દૂર-દૂર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ બ્રિજ પાસે પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદથી વાહનચાલકો મુશ્કેલી વેઠવા મજબૂર થયા હતા. થલતેજ અંડરપાસમાં પાણી ભરાતા કોર્પોરેશને બેરીકેટ લગાવ્યા હતા. પકવાનથી સોલા જતા રોડ પર અંડરબ્રિજ પર બેરીકેટ મુકવામાં આવ્યા હતા.

વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત

ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ઝીરો વિઝિબિલીટી જોવા મળી હતી. અતિ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહારો બંધ થયો હતો. રસ્તાઓ પર પાણી અને માર્ગ બંધ થવાથી લોકોને હાલાકી થઈ હતી.તંત્રનાં તમામ દાવાઓ પોકળ સાબિત થયા હતા.

સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા

વરસાદના કારણે આખું અમદાવાદ જાણે પાણીનું શહેર બની ગયું. ક્યાંક અંડરપાસ તળાવમાં ફેરવાઈ ગયા ક્યાંક કરોડોની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે જો થોડા વરસાદમાં અમદાવાદના મેટ્રોસિટીની હાલત કથડી જાય તો. આગાહીમાં શહેરની સ્થિતિ કેવી રહે તે જોવું રહ્યું.

 

 

Breaking News : વલસાડમાં અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Videoસ અહી ક્લિક કરો

Follow Us