Ahmedabad Breaking News: અમદાવાદની જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ : સીએનજી મોંઘો થતાં રિક્ષાના ભાડામાં ઝીંકાયો તોતિંગ વધારો

| Edited By: | Updated on: Jun 22, 2026 | 6:42 PM

અમદાવાદમાં સીએનજી (CNG) ના ભાવ વધારા બાદ રિક્ષા ભાડામાં વધારો કરાયો છે. ટ્રાન્સપોર્ટ વિભાગની મંજૂરી મળતાં એકતા યુનિયને નવા ભાડાની જાહેરાત કરી છે.

અમદાવાદવાસીઓ પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ આવી પડ્યો છે. સીએનજી ગેસના ભાવમાં થયેલા વધારાને પગલે હવે શહેરમાં રિક્ષા મુસાફરી મોંઘી બની ગઈ છે. ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ રિક્ષા ચાલકોના ‘એકતા યુનિયન’ દ્વારા ભાડા વધારાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

નવા નિયમો મુજબ, હવે રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ સિવાય, પ્રતિકિલોમીટર દીઠ ભાડું પણ 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ વિભાગે અંદાજે ત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ રિક્ષાચાલકોને આ ભાડા વધારાની મંજૂરી આપી છે.

આ નિર્ણય પહેલાં ગાંધીનગર સ્થિત ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી ખાતે અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ વિભાગ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રિક્ષા ચાલકોની પડતર માંગણીઓ અને સતત વધતા ઇંધણના ખર્ચ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. ચર્ચાના અંતે પ્રવાસીઓ અને રિક્ષાચાલકો બંનેના હિતને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો મંજૂર કરવાનો આખરી નિર્ણય લેવાયો હતો, જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર સીધી અસર પડશે.

ખેતરોમાં વીજ થાંભલા નાખવાના મુદ્દે કોંગ્રેસના નેતાનો સરકાર પર આકરા પ્રહાર ” બીજા વિકલ્પ પર કામ કેમ નહીં…?”

Published on: Jun 22, 2026 06:41 PM
Follow Us