Breaking News: અમદાવાદમાં મકરબા બ્રિજ પાસે ટ્રાફિકજામ, પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 26, 2026 | 12:59 PM

અમદાવાદના મકરબા બ્રિજ પાસે બ્રિજ ખુલ્યા બાદ સતત ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતા ટ્રાફિક તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફ જતો કોર્પોરેટ રોડનો એક ભાગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજના બંને છેડે વાહનોની લાંબી કતારો સર્જાતી હોવાથી ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

વાહનચાલકોએ 500 મીટર ફરીને જવું પડશે

કોર્પોરેટ રોડનો ભાગ બંધ કરવામાં આવતા મકરબા તરફ જતા વાહનચાલકોને હવે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. આ માટે વાહનચાલકોએ આશરે 500 મીટરનો ફેરો કરીને આગળ વધવું પડશે. માર્ગ બંધ થવાના કારણે મકરબા તરફ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને વાહનચાલકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

ગુરુવારે બ્રિજ ખુલ્યો, ત્યારથી ટ્રાફિકજામની સમસ્યા

મકરબા બ્રિજને ગુરુવારે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, બ્રિજ શરૂ થયા બાદ જ બંને છેડે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા વાહનચાલકો અટવાઈ રહ્યા છે. બ્રિજ પર વાહનોની અવરજવર વધતા આસપાસના રસ્તાઓ પર પણ ટ્રાફિકનું દબાણ વધ્યું છે. ટ્રાફિક ઘટાડવા માટે તંત્ર દ્વારા હવે કોર્પોરેટ રોડનો એક ભાગ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

વાહનચાલકોએ એન્જિનિયરિંગ આયોજન સામે ઉઠાવ્યા સવાલ

બ્રિજ ખુલ્યા બાદ સર્જાયેલી ટ્રાફિક સમસ્યાને લઈને વાહનચાલકો દ્વારા એન્જિનિયરિંગ આયોજન સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વાહનચાલકોનું કહેવું છે કે બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ અહીં ટ્રાફિકજામ થતાં લોકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજ અને આસપાસના રસ્તાઓનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોત તો આવી સ્થિતિ ઊભી ન થાત. હવે ટ્રાફિક વ્યવસ્થા કેવી રીતે સુધારવામાં આવે છે તેના પર વાહનચાલકોની નજર છે.

આ પણ વાંચો- Breaking News : રાજકોટમાં ઓનલાઈન App ના વેરહાઉસમાંથી 596 કિલો વાસી શાકભાજી જપ્ત, જુઓ Video

Published on: Sep 26, 2026 12:32 PM
Follow Us
Loading...
Unable to load recommendations.