Breaking News : અમદાવાદમાં મેકડોનાલ્ડમાં ઓર્ડર કરતા ગ્રાહકને વેજને બદલે નોનવેજ બર્ગર મળ્યુ, ગંદકીના લીધે કરાયુ સીલ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 21, 2026 | 1:36 PM

અમદાવાદ નરોડામાં ગ્રાહકનાં ઓર્ડરમાં ચિકન બર્ગર આવ્યું હતુ. વેજ બર્ગરના બદલે સ્પાઈસી ચિકન બર્ગર આવ્યું હોવાની ઘટના સામે આવી છે.સોલિડ વેસ્ટ વિભાગે મેકડોનલ્ડને સીલ માર્યું હોવાની વાત સામે આવી રહી છે.

જો તમે પણ ઘરે કોઈ ઓર્ડર મંગાવી રહ્યા છો. અથવા તો બહાર જમવા જઈ રહ્યા છો. તો એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. કારણ કે, હાલમાં વેજ ઓર્ડરની સામે નોનવેજ ઓર્ડર આપવાની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદ શહેરમાં ફરી એક વખત વેજ બર્ગરને બદલે નોન વેજ બર્ગર આપ્યા હોવાની ઘટના સામે આવી છે.નરોડામાં ગ્રાહકે ઓર્ડરમાં વેજ બર્ગર મંગાવ્યું હતું તેના ઓર્ડરમાં વેજ બર્ગરના બદલે સ્પાઈસી ચિકન બર્ગર આવ્યું હતુ.

આ સમગ્ર ઘટનામાં હંસપુરા મેકડોનલ્ડમાંથી ઓનલાઇન ઓર્ડર કર્યો હતો.જાહેર રોડ પર ન્યુસન્સ અને ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યું છે.

ગ્રાહકને મેકડોનલ્ડમાં કડવો અનુભવ થયો

4-5 દિવસ પહેલા વડોદરા શહેરમાં નટુભાઇ સર્કલ સ્થિત બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગ્રાહકે વેજ મંગાવ્યું અને રેસ્ટોરન્ટે નોન વેજની ડિલિવરી કરી હતી. તે પહેલા અમદાવાદના બોપલમાં ફૂડ ઓર્ડરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. બોપલ મેક ડોનાલ્ડમાંથી ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો. ઓનલાઇન ફૂડ ડિલિવરી એપથી ફૂડ માટે ઓર્ડર કર્યો હતો. ગ્રાહકે મેક ડોનાલ્ડમાં જઇને રજૂઆત કરતા ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતુ.

મેક ડોનાલ્ડ શોપના સંચાલકોએ ભૂલ સ્વીકરવામાં આનાકાની કરી હતી. કીચનમાં પણ વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરમાં મેકડોનલ્ડમાં વેજ ઓર્ડર ની સામે નોન વેજ ઓર્ડર મળ્યાની વિગતો સામે આવી હતી.

 

Ahmedabad Breaking News : મેક ડોનાલ્ડમાંથી ગ્રાહકે ઓર્ડર કર્યો વેજ બર્ગરનો, મળ્યુ નોનવેજ બર્ગર,જુઓ Video અહી ક્લિક કરો

Follow Us