Breaking News : ઢોસાનું ખીરું બન્યું મોતનું કારણ? બાળકીના કપડાં, બેડશીટ, વાસણ અને અન્ય નમૂના લેવામાં આવ્યા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Apr 08, 2026 | 1:28 PM

અમદાવાદ શેહરમાં થોડા દિવસ પહેલા એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈ લોકોમાં ખુબ ચર્ચા ચાલી રહી છે. સમગ્ર ઘટના એવી છે કે, બજારમાંથી ઢોંસાનું ખીરું લઈ ઘરે બનાવેલા ઢોંસા ખાધા બાદ 2 બાળકીના મોત થયા છે. જ્યારે માતા-પિતા હોસ્પિટલમાં દાખલ છે.

અમદાવાદ શહેરના ચાંદેખડામાં બે બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો.પરિવારે ઢોંસા બનાવવા માટેનું ખીરું બજારમાંથી મંગાવ્યું હતું. ઢોંસા બનાવીને ખાધા બાદ 3 મહિના અને 4 વર્ષની બે બાળકીઓના મોત થયા હોવાનો પરિવારનો આરોપ છે. બાળકીઓના માતા-પિતા પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ચાંદખેડા પોલીસે હોસ્પિટલમાં જઈને બાળકીના માતા પિતાના નિવેદન નોંધ્યા છે. માતા પિતા ખીરું જ ખરાબ હોવા નું રટણ કરી રહ્યા છે. એફએસએલ દ્વારા ઘરમાં સર્ચ કરવામાં આવ્યું હતુ.ઘરમાંથી અલગ અલગ વસ્તુના નમૂના લેવામાં આવ્યા હતા. બાળકના કપડાં, બેડશીટ, રસોડામાંથી વાસણ અને અન્ય નમૂના લેવામાં આવ્યા છે. મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.

ઢોસા ખાધા બાદ તબિયત ખરાબ

ત્રણ વર્ષની મિસ્ટીના મોત અંગે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ અલગ અલગ મુદ્દા પર તપાસ શરૂ કરી છે.માતા પિતાના નિવેદનમાં ઢોસા ખાધા બાદ તબિયત ખરાબ થઈ હોવાનું જણાવવામાં આવ્યું. પીએમ રિપોર્ટ અને વિશેરા રિપોર્ટ કરવામાં આવ્યો છે. એફએસએલ દ્વારા ઘરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘનશ્યામ ડેરીના સંચાલકની પણ પૂછપરછ કરી હતી. ડેરી માંથી અન્ય લોકો ખીરું લઈ ગયા છે તેની પોલીસ દ્વારા પૂછપરછ કરવાના આવી હતી. હાલ પતિ પત્નીની તબિયત સુધારા પર છે. ડિસ્ચાર્જ બાદ વધુ પૂછપરછ કરવામાં આવશે.

રિપોર્ટ આવ્યા બાદ તપાસની દિશા નક્કી થશે

બે નાની દીકરીઓના મોત થી પરિવારમાં આક્રંદમાં છે.પોલીસે અઢી મહિનાની બાળકીનો મૃતદેહ તપાસ અર્થે મોકલ્યો છે.મૃત્યુનું કારણ જાણ્યા પછી જ યોગ્ય તપાસ થઈ શકશે.ચાંદખેડા સ્માશનથી મૃતદેહને FSL તપાસ અર્થે મોકલાયો છે. રિપોર્ટ આવ્યા બાદ તપાસની દિશા નક્કી થશે, આ ઘટનામાં સૌથી દુઃખદ વાત એ છે કે ભાવનાબેનની તબિયત બગડ્યા બાદ તેમની ત્રણ મહિનાની નાની બાળકીને સ્તનપાન કરાવ્યું હતું. પરિવારના કહેવા મુજબ, માતાની ખરાબ તબિયતને કારણે ફીડિંગ બાદ બાળકીનું મૃત્યુ થયું છે.

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Follow Us