Breaking News : અમદાવાદના વટવામાં બાઈક બાદ હવે આખે આખી ક્રેન ખાડામાં પડી ,જુઓ Video

અમદાવાદ વટવામાં બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડવાની ઘટના સામે આવી છે.વટવાના બીબી તળાવ પાસે ખાડાના સમારકામ સમયે ઘટના બની હતી.વાહનોની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે.

| Edited By: | Updated on: May 28, 2026 | 11:28 AM

અમદાવાદમાં 5 એપ્રિલના સાંજે શહેરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતા. કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ડ્રેનેજના પાણી ઓવરફ્લો થઈ હતી. આ સમાન્ય માવઠામાં વટવામાં ભુવો પડ્યાની ઘટના સામે આવી હતી. તેમજ આ ભુવામાં એક યુવક બાઈક સાથે પડ્યો હતો. એક મહિના બાદ તંત્ર સમારકામ માટે જાગ્યું હતુ. ત્યારે સમારકામ વખતે વટવાના બીબી તળાવ પાસે ક્રેન કામગીરી દરમિયાન ઉંધી પડી છે.ખાડાનું સમારકામ કરતા સમયે ક્રેન પડી છે.

એક મહિના સુધી તંત્ર શું કરી રહ્યું હતુ

ગત મહિને એક બાઈક ચાલાક બાઇક સાથે ખાડામાં પડ્યો હતો, હવે ક્રેન પડી છે. જોકે વાહનોની અવરજવરનો સમયગાળો હોવા છતા એક મોટી દુર્ઘટના ટળી છે. ક્રેન ઓપરેટરનો બચાવ થયો છે.આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે હજુ તો વરસાદની શરૂઆત પણ નથી થઈ ત્યાં જો આ હાલત છે, તો ભારે વરસાદમાં લોકોની હાલત શું થશે? તેમજ આ ભુવો પડ્યાને એક મહિનાથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. ત્યારે એક મહિના સુધી તંત્ર શું કરી રહ્યું હતુ. તેને લઈને પણ હાલ સવાલો થઈ રહ્યા છે.

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Follow Us