Breaking News : અમદાવાદ એરપોર્ટ પર મુસાફરે ટ્રોલીની બેગના હેન્ડલમાં સંતાડેલું 5 કરોડનું કોકેઇન પકડાયું, જુઓ Video

| Edited By: | Updated on: Sep 25, 2026 | 1:42 PM

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)પરથી 5 કરોડનું કોકેઈન પકડાયું છે. 981 ગ્રામ કોકેઈન સાથે યુગાન્ડાના નાગરિકની ધરપકડ કરાઈ છે.મુસાફરે ટ્રોલીની બેગના હેન્ડલમાં કોકેઇન સંતાડ્યુ હતું. મુસાફરની બેગની તપાસ કરતાં કોકેઇન મળી આવ્યુ છે. ટ્રોલી બેગનાં ટેલિસ્કોપિક હેન્ડલમાં કોકેઇન (Cocaine) સંતાડ્યુ હતું.

તમે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)પર દાણાચોરી કે, ગાંજા પકડાયા હોય તેવા સમાચાર સાંભળ્યા હશે. પરંતુ આજે અમદાવાદ એરપોર્ટ પરથી 1,2 કરોડ નહી પરંતુ 5 કરોડ રુપિયાનું કોકેઈન ઝડપાયું છે.અમદાવાદ એરપોર્ટ પરથી 981 gram કોકેઇન (Cocaine) પકડાયું છે. જેની બજારમાં કિંમત અંદાજે 5 કરોડ રુપિયા છે. DRI ને મળેલાં ઇનપુટનાં આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. યુગાન્ડાનાં નાગરિક પાસેથી મળી 5 કરોડનું કોકેઇન મળી આવ્યું છે. યુગાન્ડાનાં નાગરિકની DRI એ ધરપકડ કરી છે.

પકડાયું 5 કરોડનું કોકેઈન

મુસાફરની બેગની તપાસ કરતાં કોકેઇન મળી આવ્યુ હતુ. મુસાફરની ટ્રોલી બેગનાં હેન્ડલમાં કોકેઇન સંતાડ્યુ હતું, ટ્રોલી બેગનાં ટેલિસ્કોપિક હેન્ડલમાં કોકેઇન સંતાડ્યુ હતું, યુગાન્ડાનો નાગરિક QR534 ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યો હતો.હવે તપાસ સમગ્ર એ દીશામાં થઈ રહી છે કે, આ પાંચ કરોડનું કોકોન ભારતમાં કોને આપવાનું હતુ. ક્યાં પહોંચાડવાનું હતુ. તેમજ શું પહેલા પણ આ રીતે કોકેઈન ભારતમાં પહોંચાડ્યું છે કે, કેમ.

થોડા દિવસ પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી સામે આવી હતી.બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 8.9 કિલો ગાંજો ઝડપાયો હતો. ચેક-ઇન બેગેજમાં કપડાં વચ્ચે 14 પેકેટમાં ગાંજો છુપાવ્યો હતો.AIU અધિકારીઓએ મુસાફરને અટકાવી બેગેજની તપાસ કરી હતી. NDPS એક્ટ હેઠળ ગાંજો જપ્ત કરી મુસાફરની ધરપકડ કરાઈ છે.કસ્ટમ્સ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ હતી.

 

 

Breaking News : ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસે વોર્ડ નં. 1, 3, 8, 9 અને 10માં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.