Breaking News : દિવાળીથી ભાઈબીજ દરમિયાન અમદાવાદમાં કુલ 19500 મેટ્રિક ટન કચરો એકત્ર કરી નિકાલ કરાયો
દિવાળીના દિવસોમાં અમદાવાદ શહેર રોશનીથી ઝળહળી ઉઠે છે.આ આનંદની પાછળ રસ્તાઓ અને સોસાયટીઓ બહાર ફટાકડાના કચરાના અંબાર ખડકાઈ જાય છે. ચાલુ વર્ષે કચરાના ઉત્સર્જનમાં આશરે 15% નો વધારો નોંધાયો છે
દિવાળીનો તહેવાર એટલે આનંદ, રોશની અને ફટાકડાની ધૂમ. અમદાવાદમાં ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી ચોમેર ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ ઉજવણી બાદ શહેરમાં ચારેય તરફ રેકોર્ડ બ્રેક ફટાકડાનો પુષ્કળ કચરો એકઠો થઈ જતો હોય છે. જ્યારે આખું શહેર તહેવારની રજાઓ માણી રહ્યું હોય છે, ત્યારે AMCનો સોલિડ વેસ્ટ વિભાગ શહેરને સ્વચ્છ રાખવા રાત-દિવસ એક કરી દે છે.
અમદાવાદીઓ ઉત્સાહભેર ફટાકડા ફોડીને તહેવાર મણાવે છે. પરંતુ આ આનંદની પાછળ રસ્તાઓ અને સોસાયટીઓ બહાર ફટાકડાના કચરાના અંબાર ખડકાઈ જાય છે.કુલ કચરાનો નિકાલ જોઈએ તો.દિવાળીથી ભાઈબીજ દરમિયાન કુલ 19500 મેટ્રિક ટન કચરો એકત્ર કરી નિકાલ કરાયો છે. જે આપણે વિસ્તાર પ્રમાણી વાત કરીએ તો.
દૈનિક કચરાના આંકડા
- દિવાળી : 5,312 મેટ્રિક ટન
- બેસતું વર્ષ : 5,160 મેટ્રિક ટન
- પડતર દિવસ 4583 મેટ્રિક ટન
- ભાઈબીજ: 4,445 મેટ્રિક ટન
કચરામાં વધારો
ગત વર્ષ (12,980 મેટ્રિક ટન) ની સરખામણીએ ચાલુ વર્ષે કચરાના ઉત્સર્જનમાં આશરે 15% નો વધારો નોંધાયો છે. જ્યારે આખું શહેર ઊંઘી રહ્યું હોય અથવા પરિવાર સાથે તહેવાર ઉજવવામાં મશગૂલ હોય, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સોલિડ વેસ્ટ વિભાગ એક્શન મોડમાં આવી જાય છે. શહેરીજનો સવારે જ્યારે જાગે ત્યારે તેમને સ્વચ્છ અને સુંદર રસ્તાઓ મળે તે માટે રાતના સમયે જ ખાસ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવે છે. સફાઈના આ સૈનિકો પોતાના ઘર-પરિવાર અને તહેવારની રજાઓ છોડીને ખડેપગે શહેરની સેવામાં તૈનાત રહે છે.
સફાઈ કામદારો અને ટીમોની જો વાત કરવામાં આવે તો.સરેરાશ 9,500+ કાયમી સફાઈ મિત્રો અને 2,500+ RWA કામદારો ફર્જ પર તૈનાત. રાત્રિ સફાઈ ઝુંબેશ માટે 2,000+ કર્મચારીઓ કાર્યરત, લીટર પિકિંગ અને ફટાકડા સફાઈ માટે 150 થી વધુ સ્પેશિયલ ડેડિકેટેડ ટીમો કામ કરી રહી છે.માત્ર મેન્યુઅલ સફાઈ જ નહીં, પરંતુ શહેરને ઝડપથી અને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા માટે AMC દ્વારા અત્યાધુનિક મશીનરી કામે લગાડવામાં આવે છે. હાઇ-ટેક રોડ સ્વીપિંગ મશીનો અને કચરો ઉપાડતા વાહનોની મદદથી ટૂંક સમયમાં જ મેટ્રો સિટી અમદાવાદને રાતોરાત ચકાચક કરી દેવામાં આવે છે.