Ahmedabad Breaking News : મેક ડોનાલ્ડમાંથી ગ્રાહકે ઓર્ડર કર્યો વેજ બર્ગરનો, મળ્યુ નોનવેજ બર્ગર,જુઓ Video

| Edited By: | Updated on: Jun 05, 2026 | 1:59 PM

અમદાવાદમાં બોપલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે.ઓનાલઇન મંગાવેલા ફૂડમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલ્યું હતુ. ગ્રાહકે મેક ડોનાલ્ડમાં જઇને રજૂઆત કરતા ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતુ. મેક ડોનાલ્ડ શોપના સંચાલકોએ ભૂલ સ્વીકરવામાં આનાકાની કરી હતી.

જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો. તેમજ તમે ઘરે ઓર્ડર મંગાવી રહ્યા છો તો ચેતી જજો કારણ કે, હાલમાં અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે, કે જેના વિશે સાંભળ્યા બાદ તમે બહારનું ખાવાનું ઓર્ડર કરવાની ભૂલી જશો. ગ્રાહકના વેજ ઓર્ડર પર નોજ વેજ બર્ગર મળતા સમગ્ર મામલો સામે આવ્યો છે. તો ચાલો જાણીએ કે, શું થયું.અમદાવાદના બોપલમાં ફૂડ ઓર્ડરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે.

વેજની જગ્યાએ નોનવેજ બર્ગર

ઓનાલાઇન માગાવેલા ફૂડમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલ્યું છે. બોપલ મેક ડોનાલ્ડમાંથી ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો. ઓનલાઇન ફૂડ ડિલિવરી એપથી ફૂડ માટે ઓર્ડર કર્યો હતો. ગ્રાહકે મેક ડોનાલ્ડમાં જઇને રજૂઆત કરતા ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતુ. મેક ડોનાલ્ડ શોપના સંચાલકોએ ભૂલ સ્વીકરવામાં આનાકાની કરી હતી. કીચનમાં પણ વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

જ્યારે વેજ અને નોનવેજ બનાવતી રેસ્ટોરન્ટ હોય છે. ત્યારે તેની તકેદારી રાખવાની ખુબ જરુરી હોય છે. ત્યારે આ એક ચોંકવનાર ઘટના કહી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિ અને પરિવાર વેજ હોય અને તેને નોન વેજ ફુડ પીરસવામાં આવે એ ખુબ જ શરમજનક ઘટના કહી શકાય છે. હવે આવી ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. કે વેજના ઓર્ડરમાં ગ્રાહકોને નોનવેજ ઓર્ડર મળે છે. આ સમગ્ર મામલે ગ્રાહકે હાલ આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે. હેલ્થ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સમગ્ર તપાસ કરી રહી છે.

(with input : jignesh patel)

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Published on: Jun 05, 2026 01:58 PM
Follow Us