Breaking News : નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો, ચોમાસાએ ખોલી મનપાની કામગીરીની પોલ, જુઓ-Video

| Updated on: Jul 02, 2026 | 2:24 PM

જ્યાં ભૂવો પડ્યો છે તે સ્થળે માત્ર એક મહિના પહેલાં જ ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે રોડ બેસી જતાં સ્થાનિકો દ્વારા કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે યોગ્ય રીતે પુરાણ કર્યા વિના જ રસ્તાનું નિર્માણ કરી દેવામાં આવ્યું હતું.

સુરતના નવસારી શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ ફરી એકવાર મનપાની કામગીરીની પોલ ખુલી છે. નવસારીના મીથીલા નગરી વિસ્તારમાં રીંગ રોડ પર રસ્તાની વચ્ચે જ મસ મોટો ભૂવો પડ્યો છે. જે બાદ તે વિસ્તારનો આખો રોડ જમીનમાં ધસી પડ્યો છે. જેને લઈને વાહનચાલકોમાં અકસ્માતના ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગ પર અચાનક રોડ બેસી જતાં અકસ્માતની શક્યતાઓ વધી ગઈ છે.

નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો ભૂવો

સ્થાનિકો દ્વારા કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે યોગ્ય રીતે પુરાણ કર્યા વિના જ રસ્તાનું નિર્માણ કરી દેવામાં આવ્યું હતું.

સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ચોમાસું શરૂ થતાં જ શહેરમાં વિકાસ કાર્યોની હકીકત બહાર આવી રહી છે. ભૂવો પડતાં GUDCની કામગીરી પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે.

પ્રથમ વરસાદમાં જ રસ્તો જમીનમાં ધસી પડ્યો

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પ્રથમ વરસાદ બાદ નવસારીના વિવિધ વિસ્તારોમાં રસ્તા ધોવાઈ જવાના બનાવો સામે આવ્યા હતા. તીધરા રોડ પર પણ રસ્તો ધોવાઈ જતાં એક ટેમ્પો ફસાઈ ગયો હતો. આ દરમિયાન નવસારીના મેયરે અગાઉ જ “ભૂવા તો પડશે જ” પ્રકારનું નિવેદન આપ્યું હતું, જેને લઈને પણ વિરોધ પક્ષ અને સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે.

જવાબદાર એજન્સીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગ

સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રસ્તાના સમારકામની માંગણી કરી છે અને જવાબદાર એજન્સીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. હવે પ્રશ્ન એ છે કે શહેરમાં વારંવાર સર્જાતી આવી ઘટનાઓનો અંત ક્યારે આવશે અને લોકોને “ખાડારાજ”માંથી મુક્તિ ક્યારે મળશે.

Gujarat Rain Update: 4 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 2.80 ઇંચ નોંધાયો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us