Gujarat Election 2022 : ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ! નવસારી જિલ્લા કોંગ્રેસના સભ્ય ભાજપમાં જોડાયા

|

Nov 27, 2022 | 12:27 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા નેતાઓ એકબીજાની નજીક આવી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે નવસારી જિલ્લા પંચાયતની ચાપલધરા બેઠકના કોંગ્રેસના સભ્ય રેખા આહીર ભાજપમાં જોડાયા છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : નવસારી કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું. જિલ્લા પંચાયતની ચાપલધરા બેઠકના કોંગ્રેસના સભ્ય રેખા આહીર ભાજપમાં જોડાયા. પૂર્વ પ્રધાન નરેશ પટેલે કેસરિયો ખેસ પહેરાવી રેખા આહીરને પક્ષમાં આવકાર્યા. આ અગાઉ વાંસદા જિલ્લા પંચાયતની ખાટાઆંબા બેઠકના કોંગ્રેસી સભ્ય ચંદુ જાદવ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.

પક્ષપલટાની મોસમમાં આરોપ પ્રતિ આરોપનો દોર

પક્ષપલટાની મોસમમાં આરોપ પ્રતિ આરોપનો દોર શરૂ થયો છે, ત્યારે નવસારીમાં બે આદિવાસી નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. ગણદેવી વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર નરેશ પટેલ અને વાંસદા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે. ચૂંટણી પ્રચારમાં એકબીજાને નીચા દેખાડવાનો જંગ પરિવાર સુધી પહોંચ્યો છે. અનંત પટેલનો આક્ષેપ છે કે નરેશ પટેલે મને આદિવાસી ન ગણીને મારા માતા-પિતાનું અપમાન કર્યું છે. ચૂંટણીમાં લોકો જવાબ આપશે. તો બીજી તરફ પલટવાર કરતા નરેશ પટેલે કહ્યું કે મે કોઇનું અપમાન કર્યું નથી. વિજિલન્સ તપાસ ચાલી રહી છે, તેમાં દૂધનું દૂધ થશે.

Next Video