Gujarati Video: ગીર સોમનાથના વેરાવળમાં ટોલ આપવા મુદ્દે ટોલ બુથ પર થઈ બબાલ, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Aug 22, 2023 | 10:53 AM

ગીર સોમનાથના વેરાવળ ટોલ બુથ પર બબાલ CCTVમાં કેદ થઈ છે. ટોલ આપવામાં મુદ્દે કાર ચાલક અને ટોલ કર્મચારી વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે. કારમાં સવાર બીજ ગામના સરપંચ પ્રતિનિધિ અને ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Veraval: ગીર સોમનાથના વેરાવળ ટોલ બુથ પર બબાલ CCTVમાં કેદ થઈ છે. ટોલ આપવામાં મુદ્દે કાર ચાલક અને ટોલ કર્મચારી વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે. કારમાં સવાર બીજ ગામના સરપંચ પ્રતિનિધિ અને ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ અન્ય 4 ટોલ કર્મચારીઓ સામે પણ માર માર્યાની ફરિયાદ દાખલ થઈ છે. તમામ આરોપીઓ પર પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gir Somnath Video: તસ્કરો તાળુ તોડી મોબાઈલની દુકાનમાં ઘૂસ્યા, 70થી વધુ મોબાઈલની કરી ચોરી, જૂઓ CCTV

તો બીજી તરફ આજે બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલી એક ખાનગી રિસોર્ટ પર 11 ઈસમોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી છાપી પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો છે. તેમજ ઈસમોએ રિસોર્ટ પર પિસ્તોલ, તલવાર અને ધારીયા વડે હુમલો કર્યો હતો. હિંમતનગરના વ્યક્તિએ જમીન ખરીદવા બાબતે ઈસમોએ હુમલો કર્યો હતો.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો