Gir Somnath Video: તસ્કરો તાળુ તોડી મોબાઈલની દુકાનમાં ઘૂસ્યા, 70થી વધુ મોબાઈલની કરી ચોરી, જૂઓ CCTV
કોડીનાર બસ મથક વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઈલ સ્ટોરને નિશાન બનાવ્યો હતો. ગઇકાલે રાત્રે એટલે કે ગુરુવારે રાત્રે શિવમ મોબાઇલ સ્ટોરમાં તસ્કરોએ ચોરી કરી હતી. આ તસ્કરો દુકાનની જાળી તોડીને અંદર ઘૂસ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો.
Gir Somnath : ગીર સોમનાથમાં તસ્કરોનો (Thief) આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે તસ્કરોના આતંકની આવી એક ઘટના CCTVમાં કેદ થઈ છે. કોડીનાર બસ મથક વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઈલ સ્ટોરને નિશાન બનાવ્યો હતો. ગઈકાલે રાત્રે એટલે કે ગુરુવારે રાત્રે શિવમ મોબાઈલ સ્ટોરમાં તસ્કરોએ ચોરી કરી હતી. આ તસ્કરો દુકાનની જાળી તોડીને અંદર ઘૂસ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મોબાઈલ સ્ટોરમાંથી અંદાજે 70થી વધુ મોબાઇલ ચોરી (Mobile theft) થઈ છે તો ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos