Valsad: પૂરમાં ફસાયેલા ચાર લોકોને બચાવવા યુવકે જીવની બાજી લગાડી દીધી, પાણીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવતો Video થયો Viral

|

Jul 13, 2022 | 4:15 PM

વલસાડમાં (Valsad) તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આ પરિસ્થિતિમાં કાશ્મીરનગર સૌથી પહેલા અસરગ્રસ્ત થયુ હતુ. આ સમયે પૂરની સ્થિતિ વચ્ચે અનેક લોકો ફસાઇ ગયા હતા.

વલસાડમાં (Valsad) મેઘાની ધમધોકાર બેટિંગથી ઘણી મુશ્કેલીઓ સર્જાઇ છે. વલસાડમાં મેઘમહેરથી ડેમો છલકાયા છે. મધુબન ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. જોકે બીજી તરફ દાણા બજારમાં ભરાયેલા ઔરંગા નદીના (Oranga River) પાણી ઓસરતા અહિં ભારે માત્રામાં કિચડ અને ગંદકી જોવા મળી રહ્યા છે. જો કે આ દરમિયાન વલસાડના કાશ્મીરાનગરના બરોડિયાવાડનો વરસાદ સમયનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાચા મકાનમાં ફસાયેલી ચાર જીંદગીનો એક સ્થાનિક વ્યક્તિ જ કેવી રીતે બહાદુરીથી બચાવ કરે છે. તે જોવા મળી રહ્યુ છે.

પ્રવીણ જોહરની બહાદુરી

વલસાડ જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદના પગલે ઔરંગા નદીમાં જ્યારે પૂર આવ્યુ હતુ, ત્યારે તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આ પરિસ્થિતિમાં કાશ્મીરનગર સૌથી પહેલા અસરગ્રસ્ત થયુ હતુ. આ સમયે પૂરની સ્થિતિ વચ્ચે અનેક લોકો ફસાઇ ગયા હતા. જેમાં ચાર લોકો એક કાચા મકાનમાં ફસાઇ ગયા હોવાનું સામે આવ્યુ હતુ. જો કે આ જ ગામમાં પ્રવીણ જોહર નામના એક વ્યક્તિ રહે છે. પ્રવીણ જોહર નામના વ્યક્તિએ બહાદુરી પૂર્વક પાણીના પ્રવાહ વચ્ચે બે મકાનોમાં સામે સામે દોરડુ બાંધ્યુ હતુ અને જે લોકો મકાનોમાં ફસાયા હતા તેમને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.

વલસાડના કાશ્મીરનગરમાં બરોડિયાવાડમાં ફસાયેલા ચાર લોકોને પ્રવીણ જોહર નામના વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મુકીને પણ બચાવી લીધા હતા. જેથી પ્રવીણ જોહરની કામગીરી દરેક લોકો સરાહના કરી રહ્યા છે.

હાલાકી યથાવત

મહત્વનું છે કે વલસાડમાં નદી નાળાઓમાં પાણી ઓસર્યા બાદ તબાહી સર્જાઈ છે. પહાડી વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે કોઝવે અને નાના પુલ ધોવાઈ ગયા છે. વાડી ગામની ખાડી પર આવેલ નાનો પુલ ધોવાઈ જતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. માંડવા ગામના કોતરમાં આવેલા કોઝવે ધોવાઈ જતા લોકોની મુશ્કેલી વધી છે. અનરાધાર વરસાદથી અનેક ગામના નાના પુલ અને કોઝવેનું ધોવાણ થતા લોકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.

Next Video