Botad: સાળંગપુર ધામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, કષ્ટભંજન હનુમાન મંદિરના પાર્કિંગમાં ભરાયા પાણી- જુઓ Video

|

Jun 25, 2023 | 11:53 PM

Botad: રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે. બોટાદમાં સાળંગપુર ધામમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયુ. બપોર બાદ સાળંગપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદને પગલે કષ્ટભંજન હનુમાન મંદિરના પાર્કિંગમાં પાણી ભરાયા હતા.

બોટાદના સાળંગપુર ધામમાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો. કષ્ટભંજન હનુમાનજી મંદિરના પાર્કિંગમાં અડધો ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે કાર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાળંગપુર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદથી ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું.

સાળંગપુર ધામ સહિત બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ

બોટાદ જિલ્લામાં શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના ભાવનગર રોડ, તાજપર રોડ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધીરે મેઘરાજાએ દસ્તક દીધી હતી. ભારે વરસાદને પગલે ભાવનગર રોડ પર પાણી ભરાઈ ગયા તો નજીકમાં આવેલા અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો હતો. શહેરના ટાવર સ્ટેશન રોડ, મોટી વાડી, ગઢડા રોડઅને પાંચ પડા વિસ્તારમાં ધીમીધારે મેઘમહેર થઈ છે. ચોમાસાના પ્રારંભે જ ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચો : Botad: ગઢડા તાલુકાનાં ઢસા ગામે વિવિધ સ્થળ પર દબાણો દૂર કરાયા, જુઓ Video

બોટાદ અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video