Botad: પરીએજ યોજના ફારસરૂપ બની, પાઈપ જમીનમાંથી 10 ફૂટ બહાર આવી, જુઓ Video

|

Jul 01, 2023 | 7:07 PM

બોટાદમાં પરીએજ યોજના ફારસરૂપ બની છે. કંપની અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. પાઈપ જમીનમાંથી 10 ફૂટ બહાર આવી જતાં ખેડૂતોના તૈયાર પાક અને ડ્રીપ લાઈનને નુકસાન થયું છે.

Botad:  પરીએજ પાઈપ લાઈન જમીનમાંથી 10 ફૂટ બહાર આવી. બરવાળાના સમઢીયાળા રોડ પરની વાડી વિસ્તારની આ ઘટના છે. કંપની અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર પાક અને ડ્રીપ લાઈનને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યુ છે.

આ પણ વાંચો : સાળંગપુર ધામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, કષ્ટભંજન હનુમાન મંદિરના પાર્કિંગમાં ભરાયા પાણી- જુઓ Video

ખેડૂતોની વળતર સાથે માટી પુરાણ કરી આપવાની માગ કરવામાં આવી છે. પરીએજ પાઈપ લાઈનની રિપેરીંગ સાથે વળતરની ખેડૂતોએ માગ કરી છે. એક તરફ ખેડૂતોને ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં નુકશાન પહોંચ્યું છે ત્યારે આ ઘટનાની વચ્ચે બોટાદમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે પરીએજ પાઈપ લાઈન જમીનમાંથી 10 ફૂટ બહાર આવતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે.

બોટાદ અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video