જૂનાગઢમાં નાની મારડ ગામે મહિલા પોલીસ પર બુટલેગરનો હુમલો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 26, 2023 | 11:49 PM

જૂનાગઢમાં નાની મારડ ગામે મહિલા પોલીસ પર બુટલેગરનો હુમલો થઈ હોવાની ઘટના સામે આવી છે. મહિલા પોલીસ અને બુટલેગર વચ્ચે મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો.

Junagadh: નાની મારડ ગામે મહિલા પોલીસ પર બુટલેગરનો હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. મહિલા પોલીસ અને બુટલેગર વચ્ચે મારામારી થઈ હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો ઈજાગ્રસ્ત મહિલા જવાનનો આરોપ છે. મહિલા પોલીસ કર્મચારી જૂનાગઢ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો : પુરવઠા તંત્રની ઘોર બેદરકારી, ગરીબોને વિતરણ કરવાનું અનાજ સડી ગયું, જુઓ Video

મહિલા પોલીસ પોતાની બેનને છેડતી કરતાં હોવાના આરોપ સાથે બુટલેગર પાસે ગઈ હતી. પોલીસ વર્દીમાં આ મહિલા કોન્સ્ટેબલ બુટલેગર પાસે મારી બહેનને હેરાન કેમ કરે છે તેમ કહેતા જ બુટલેગર અને મહિલા પોલીસ વચ્ચે મારમારી થઈ હતી. જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે જેમાં જણાઈ આવે છે કે કઈ રીતે બુટલેગર મહિલા પોલીસ પર હુમલો કરી રહ્યો છે. જોકે આ બાબતે હજી સુધી પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

જુનાગઢ જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 26, 2023 11:35 PM