Breaking News : દિવાળી ટાણે સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ, જુઓ Video
સુરતના ઘોડદોડ રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડાની શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. દિવાળીના સમયમાં મળેલી આ ધમકીને પગલે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
સુરતના ઘોડદોડ રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળતાં સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બેન્કના સત્તાવાર ઇમેઇલ પર આ ધમકીભર્યો સંદેશો મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં Security Alert જાહેર કરવામાં આવ્યું હતું.
માહિતી મળતાની સાથે જ સુરત પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બેન્ક કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને બેન્ક પરિસરને કોર્ડન કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. દિવાળીના તહેવાર દરમિયાન આ મેસેજ મળતા પોલીસ વધુ સતર્ક બની હતી.
સાયબર ક્રાઇમની ટીમે પણ ઇમેઇલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે. અગાઉ પણ આવા નકલી ધમકીભર્યા મેસેજ મળ્યા હોવાથી આ ઇમેઇલ પણ ફેક હોવાની સંભાવના છે, પરંતુ પોલીસે કોઇ જોખમ ન લેતા સઘન કાર્યવાહી કરી હતી.
અમદાવાદમાં ગોતામાં નવી આરોગ્ય સુવિધાનો પ્રારંભ, અમિત શાહે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
