AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરમાં રશિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો ગઈ રાતથી અત્યાર સુધીનું અપડેટ

જામનગરમાં રશિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો ગઈ રાતથી અત્યાર સુધીનું અપડેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 9:13 AM
Share

સતત 9 કલાકના ચેકિંગ બાદ કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. મુસાફરોને ગોવા મોકલવા માટે સુરક્ષા એજન્સીના ક્લિયરન્સ બાદ ફ્લાઇટને રવાના કરાશે.

જામનગર એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જતા વિમાનમાં બોમ્બ હોવાની શંકાને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સતત 9 કલાકથી સુરક્ષા એજન્સીઓ વિમાનમાં દરેક વસ્તુનું જીણવટભર્યું ચેકિંગ કરી રહી છે. NSG, જામનગર, રાજકોટ, મોરબી સહિતની બોમ્બ સ્કવોડ અને ગુજરાત ATS પણ તપાસમાં જોડાઇ હતી. સતત નવ કલાક સુધી વિમાન અને મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ 236 મુસાફરો અને 8 ક્રૂમેમ્બરને દૂર સુરક્ષિત રાખી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે સતત 9 કલાકના ચેકિંગ બાદ કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. મુસાફરોને ગોવા મોકલવા માટે સુરક્ષા એજન્સીના ક્લિયરન્સ બાદ ફ્લાઇટને રવાના કરાશે.

સુરક્ષા એજન્સીના ક્લિયરન્સ બાદ ફ્લાઇટને રવાના કરાશે

9 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યા આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી.જેને લઇને મોસ્કોથી ગોવાની અઝુર એરબસ નામની ફ્લાઈટને જામનગર એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરાઇ હતી અને ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. વિમાનમાં 236 મુસાફરો અને આઠ ક્રૂ એટલે 244 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો રશિયાના હોવાની માહિતી મળી રહી છે. મુસાફરોને જામનગર એરપોર્ટ ખાતે રાખવામાં આવ્યાં છે. વિદેશી મુસાફરો હોવાથી ઈમિગ્રેશન કરવા પડે તેવી માહિતી મળી રહી છે. ફ્લાઇટને સંપૂર્ણપણે ખાલી કરી એરફોર્સની અંદર લઈ જવામાં આવી છે, ત્યાં ફ્લાઈટનું અંદરથી બોમ્બ સ્કોડ સહિત સુરક્ષાકર્મી ચેકીંગ કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">