Tapi : સોનગઢમાં બોગસ સર્જન હોવાનું સામે આવતા દર્દીએ પોલીસ ફરિયાદ નોંધાવી, જુઓ Video

|

May 09, 2023 | 8:20 AM

તાપી (Tapi ) જિલ્લાના સોનગઢમાં લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડોકટર હેમંત પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પીડિત દર્દીના પુત્રએ પોલીસ ફરિયાદ કરી છે કે સર્જન હોવાનું કહી હેમંત પાટીલે તેના પિતાના પગનું બેવાર ઓપરેશન કર્યું હતું.

તાપી (Tapi ) જિલ્લાના સોનગઢમાં લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડોકટર હેમંત પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પીડિત દર્દીના પુત્રએ પોલીસ ફરિયાદ કરી છે કે સર્જન હોવાનું કહી હેમંત પાટીલે તેના પિતાના પગનું બેવાર ઓપરેશન કર્યું હતું. બંન્નેવાર ઓપરેશન અસફળ રહેતા પરિજનોને શંકા જતા ડોકટરની ડીગ્રીની તપાસ કરી. જેમાં ડોકટર બોગસ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવતા સોનગઢ પોલીસ મથકે ડોકટર વિરુદ્ધ અરજી આપી હતી.

આ પણ વાંચો : Tapi: વનવિભાગ દ્વારા શરૂ કરાયેલ વનશ્રી રેસ્ટોરન્ટમાં પીરસાઈ રહ્યુ છે આદિવાસીઓનું પરંપરાગત ભોજન, સ્વાદના રસિયાઓને લાગ્યો ચટાકો

પોલીસ ફરિયાદ થતા સોનગઢ પોલીસે બોગસ ડોકટર હેમંત પાટીલને ડૉક્ટરીના જરૂરી પ્રમાણપત્રો એક સપ્તાહમાં આપવા જણાવ્યું હતું, પરંતુ ડોકટરે જરૂરી પ્રમાણપત્રો ન આપતા બોગસ ડોકટર હેમંત પાટીલ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અને આરોપી ડોક્ટરને પકડવાના ચક્રો ગતિમાન થયા છે.

આ સમગ્ર મામલે સંબંધિત વિભાગની નિષ્ક્રિયતા સામે આવી છે, જેમાં એક પરિવારના મોભીએ લાખો રૂપિયા ખર્ચવા છતાં બોગસ ડોકટર ના ઇલાજને કારણે તેમનો યોગ્ય ઈલાજ થયો ન હતો. જેના માટે જવાબદાર બોગસ ડોકટર સહિત આ ડોક્ટરની ડિગ્રીની ખરાઈ કર્યા વગર પૈસાની લાલચે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોના સંચાલકો સામે શું કાર્યવાહી કરાશે તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:19 am, Tue, 9 May 23

Next Video