Breaking News : ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ, જાણો કારણ

Breaking News : ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ, જાણો કારણ

| Updated on: Sep 18, 2026 | 6:40 PM

ગાંધીનગરમાં TV9 ગુજરાતીના અહેવાલ બાદ બ્લિંકિટના રાયસણ સ્ટોરનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ફૂડ વિભાગની તપાસમાં સ્ટોરમાં ગંદકી, અયોગ્ય ખાદ્ય સંગ્રહ, અને અસ્વચ્છ રેક પર ખાદ્યચીજો રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

TV9 ગુજરાતીના અહેવાલની મોટી અસર જોવા મળી છે, જેના પગલે ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા બ્લિંકિટ સ્ટોરનું ફૂડ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે TV9 ગુજરાતીના અહેવાલ બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

ફૂડ સેફ્ટી શાખા દ્વારા સ્ટોરની ખાસ તપાસ કરવામાં આવી હતી, જેમાં ગંભીર ક્ષતિઓ અને અસ્વચ્છતા જોવા મળી હતી. તપાસ દરમિયાન સ્ટોરની દીવાલો પર કરોળિયાના જાળા, ગંદા અને અસ્વચ્છ રેક પર ખાદ્યચીજોનો સંગ્રહ, અને ખાદ્ય પદાર્થોના અયોગ્ય સંગ્રહ જેવી ખામીઓ સામે આવી હતી. સેનિટેશન અને હાઇજિનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું પણ સ્પષ્ટ થયું હતું.

ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ થયેલી આ તપાસ બાદ બ્લિંકિટ સ્ટોરને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સ્ટોરનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી દર્શાવે છે કે ઓનલાઇન ગ્રોસરી અને ફૂડ ડિલિવરી સુવિધાઓમાં પણ ફૂડ સેફ્ટી અને હાઇજિનના ધોરણોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. TV9 ગુજરાતીના અહેવાલને પગલે તંત્ર હરકતમાં આવ્યું અને ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લીધા.

અમદાવાદના સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન દેખાયા, વન વિભાગ સતર્ક, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.