સાબરકાંઠાઃ ધામડી ગામે ઘરમાં ગેસ લીકેજને લઈ બ્લાસ્ટ! દાઝી જતા આધેડ ગંભીર
વડાલીના ધામડી ગામે ઘરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. વણકરવાસમાં ઘરમાં આધેડે વહેલી સવારે સ્વીચ ચાલુ કરતા જ ઘરમાં બ્લાસ્ટ થયો હતો. જેને લઈ આધેડ શરીરે દાઝી જવા પામ્યા હતા. જેમને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટની ઘટનાને લઈ FSL ધ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના ધામડી ગામે વહેલી સવારે વણકર વાસમાં આવેલા એક ઘરમાં બ્લાસ્ટ સર્જાયો હતો. સવારે આધેડે લાઈટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકો થયો હતો. ધડાકો થવા સાથે જ ઘરમાં આગ પ્રસરી જતા આધેડ શરીરે દાઝી જવા પામ્યા હતા. એવી જ હાલતમાં તેઓ દોડતા ઘરની બહાર બચવા માટે નિકળ્યા હતા.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી, દસ્તાવેજનો ઉપયોગ કરી મોબાઈલ ખરીદી લીધા
દાજી ગયેલ આધેડને 108 માં સારવાર અર્થે ઇડર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાંથી હિંમતનગર સિવિલ અને બાદમાં અમદાવાદ વધુ સારવાર માટે ખસેડાયા હતા. બ્લાસ્ટ થતા ઘર ને ભારે નુકસાન તેમજ ધર વખરી ને પણ નુકશાન થવા પામ્યુ હતુ. બ્લાસ્ટની તીવ્રતા વધુ હોવાને લઈને ઘરની છત પર મોટી તિરાડો પડી હતી. તેમજ આજુબાજુના પડોશીઓના ઘરમાં તિરાડો પડી હતી. વડાલી પોલીસ ઘટના સ્થળે પહોચી FSL ધ્વારા તપાસ હાથ ધરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

