Cyclone Biparjoy Video : કચ્છ જિલ્લાના માંડવીમાં વાહન વ્યવહાર ઠપ, સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો

|

Jun 16, 2023 | 12:35 PM

આકાશમાં કાળા કાળા વાદળો જોવા મળી રહ્યા છે અનેક વૃક્ષો અને વીજ પોલ (Electric pole) ધરાશાયી થવાના પગલે આ રસ્તા પર વાહનો લઇને નીકળવુ હજી પણ મુશ્કેલ છે. સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો છે.

Kutch : કચ્છ જિલ્લાના માંડવીમાં નલિયા રોડ પર સંખ્યાબંધ વૃક્ષો (tree falls) ધરાશાયી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા છે. હજી પણ ભારે પવન અને વરસાદ યથાવત છે. આકાશમાં કાળા કાળા વાદળો જોવા મળી રહ્યા છે.અનેક વૃક્ષો અને વીજ પોલ (Electric pole) ધરાશાયી થવાના પગલે આ રસ્તા પર વાહનો લઇને નીકળવુ હજી પણ મુશ્કેલ છે. સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો છે. જનજીવન પ્રભાવિત થયુ છે. બિપરજોય વાવાઝોડુ કચ્છમાં પહોંચ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ ખૂબ જ વરસ્યો હતો. જેના લીધે ભારે નુકસાન થયુ છે.

આ પણ વાંચો- Ahmedabad: વાવાઝોડાની ટ્રેન વ્યવહાર પર અસર, વધુ એક ટ્રેન રદ અને એક શોર્ટ ટર્મિનેટ કરાઈ

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video