19 ડિસેમ્બરે ગાંધીનગરમાં કમલમ ખાતે મળશે ભાજપની રિવ્યુ બેઠક, તમામ જિલ્લા તેમજ શહેર પ્રમુખો રહેશે હાજર

| Edited By: | Updated on: Dec 17, 2022 | 9:38 PM

Gandhingar: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ ફરી એક્શન મોડમાં આવી ગયુ છે. 19 ડિસેમ્બરે કમલમ ખાતે ભાજપની રિવ્યુ બેઠક યોજાશે. જેમા તમામ જિલ્લા તેમજ શહેર પ્રમુખો હાજર રહેશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ હવે સરકાર હરક્તમાં જોવા મળી રહી છે. 19 ડિસેમ્બરે ગાંધીનગરમાં ભાજપની રિવ્યુ બેઠક યોજાશે. જેમા શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની બેઠક યોજાશે. જેમા તમામ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખો હાજર રહેશે. ચૂંટણીના પરિણામો બાદ હવે જિલ્લા શહેર ભાજપ પ્રમુખો પાસેથી મંતવ્યો પણ લેવામાં આવશે. ભવ્ય જીત બાદ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે. ભાજપ સંગઠન દ્વારા જે બેઠકો પર ભાજપ જીતી શકી નથી એ બેઠકો માટેનું ચિંતન શરૂ કરવામાં આવ્યુ છે.

હાર-જીતના કારણો અંગે પણ બેઠકમાં થઈ શકે છે સમીક્ષા

19 ડિસેમ્બરે મળનારી બેઠકમાં રાજ્યના તમામ શહેર અને જિલ્લાના જે પ્રમુખો છે તેમને બોલાવવામાં આવ્યા છે. જે તે બેઠક પરની સ્થિતિ સમીક્ષા આ બેઠક દરમિયાન કરવામાં આવશે. જેમા જીતેલી બેઠક પર પણ આમ આદમી પાર્ટી કે અપક્ષ દ્વારા કેટલા વોટ તેમને મળ્યા છે તેમજ એ બેઠક પર ભાજપની પકડ કેટલી છે તેની પણ સમીક્ષા થશે. ઉપરાંત જે-તે વિસ્તારના બાકી રહેલા કામો અને મેનિફેસ્ટોમાં જે કામોનો સમાવેશ કરવામાં આવ્યા હતા તેની સમીક્ષા કરવામાં આવશે. તે સાથે જ જે બેઠકો પર હાર થઈ છે. જેમા કેટલીક બેઠકો પર માત્ર  500-600 વોટના માર્જિનથી હાર થઈ છે. તો કેટલીક જગ્યાએથી એવી ફરિયાદો હતી કે ભાજપના આંતરિક જૂથો દ્વારા એન્ટી પાર્ટી એક્ટિવિટી દ્વારા જે તે ઉમેદવારને હરાવવાના પ્રયાસો થયા છે. આ તમામ મુદ્દે કમલમમાં 19 ડિસેમ્બરે થનારી બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર